Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

અકસ્માતમાં જો ડ્રાઇવર નશામાં હોય તો વીમા કંપની તેના દાવાને નકારી શકે છે: સુપ્રીમકોર્ટ

, જો ડ્રાઇવરે દારૂ પીધો હોય તો અકસ્માતની ઘટનામાં વીમા કંપનીને દાવાને નામંજૂર કરવાનો અધિકાર

સુપ્રીમ કોર્ટે એક કેસમાં કહ્યું હતું કે, જો ડ્રાઇવરે દારૂ પીધો હોય તો અકસ્માતની ઘટનામાં વીમા કંપનીને દાવાને નામંજૂર કરવાનો અધિકાર છે. લગભગ 14 વર્ષ પહેલા ઇન્ડિયા ગેટ નજીક ક્રેશ થયેલી લક્ઝરી પોર્શ કારના દાવાના મામલામાં ટોચની કોર્ટે આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી.

ન્યાયાધીશ યુ.યુ. લલિત, ન્યાયમૂર્તિ ઇન્દિરા બેનર્જી અને ન્યાયાધીશ કેએમ જોસેફની ખંડપીઠે આ કેસમાં રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગના નિર્ણયને પડકારતાં કહ્યું કે, જો વાહન ચલાવનાર વ્યક્તિ નશો કરે છે અથવા ડ્રગ્સ લઈને ગાડી ચલાવે છે, તો IFFCO ટોક્યો જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને વીમા કરારની કલમ (2 સી) ની આડમાં જવાબદાર ઠેરવી શકાય નહીં.

આયોગે તે સમયે પોતાના ચૂકાદામાં વીમા કંપનીના દાવાને નકારી કાઢવાનો ચુકાદો આપ્યો હતો. વીમા કંપનીએ આયોગના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી કરી હતી. 181 પાનાનો ચુકાદો લખનારા ન્યાયમૂર્તિ જોસેફે યુકે, સ્કોટલેન્ડ અને યુએસના કાયદા, તબીબી પુરાવાઓને પણ ટાંક્યા હતા

આ કાર પર્લ બેવરેજીસ લિમિટેડ કંપનીની હતી, જેને ઘટના સમયે 22 ડિસેમ્બર, 2007 ની શિયાળાના સમયમાંમાં અમન બંગિયા ચલાવી રહ્યો હતો. આરોપ છે કે ત્યારે અમન દારૂના નશામાં અને બેદરકારીથી કાર ચલાવતો હતો અને ઈન્ડિયા ગેટ ખાતે ચિલ્ડ્રન્સ પાર્ક પાસે એક ફૂટપાથ ઉપર ટકરાયો હતો અને કાર પલટી ખાઇ ગઇ હતી. જેને કારને કારમાં આગ લાગી ગઈ હતી. કાર સંપૂર્ણ રીતે ખલાસ થઇ ગઈ હતી.

આ મામલે વીમા કંપનીની અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટે કરી હતી. આ સુનાવણીમાં સુપ્રીમે કહ્યું હતું કે જો ડ્રાઈવર દારુના નશામાં ગાડી ચલાવતો હોય અને અકસ્માતની ઘટના બને છે તો વીમા કંપની તેના વીમાના દાવાને નકારી શકે છે.

(11:40 am IST)