Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ભાજપના નેતા રાહુલ સિન્હાના બગડ્યા બોલઃ ચાર નહીં ૮ લોકોને ગોળી મારવી જોઈતી હતી

કોલકાતા,તા.૧૩: કૂચબિહારના સીતલકૂચીમાં સીઆઈએસએફની ગોળીબારીમાં ૪ લોકોના મોત બાદ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ઘમાસાણ મચ્યું છે. ભાજપ અને તૃણમૂળ કોંગ્રેસની તરફથી સતત આરોપ પ્રત્યારોપણ ચાલી રહ્યા છે. આ મુદ્દા પર ભાજપના નેતા રાહુલ સિન્હાએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે સીઆઈએસએફને ૪ નહીં ૮ લોકોને ગોળી મારવી જોઈતી હતી. શરૂઆતના રિપોર્ટમાં કહેવાયું છે કે લગભગ ૩૫૦-૪૦૦ લોકોની ભીડને કેન્દ્રીય બળોને ઘેરી લીધી અને સાથે તેઓને આત્મરક્ષામાં ગોળી ચલાવી હતી. આ ઘટનામાં ૪ લોકોના મોત થયા હતા.

ભાજપના વરિષ્ઠ નેતા રાહુલ સિન્હાએ કહ્યું કે જો કેન્દ્રીય બળને યોગ્ય લાગે તો તે ધાંધલીના પ્રયાસને નાકામ કરવા માટે ૪થી વધારે લોકોને મારશે. તેઓએ એક રેલીમાં કહ્યું સીતલકૂચીમાં ૪ નહીં ૮ લોકોને મારવા જોઈતા હતા. કેન્દ્રીય બળને કારણ બતાઓ નોટિસ મોકલવી જોઈએ કે ફકત ૪ના શા માટે માર્યા. તેઓએ ૮ લોકોને મારવા જોઈતા હતા. અહીંના ગુંડા લોકોના લોકતાંત્રિક અધિકારને છીનવા ઈચ્છે છે. કેન્દ્રીય બળોએ યોગ્ય જવાબ આપ્યા છે. જો ફરીથી આવું થશે તો તેઓ તેનો જવાબ આપશે.

ઉલ્લેખનીય છે કે આ દિવસે બંગાળમાં ચૂંટણી સમયે ૧૮ વર્ષના એક યુવકનું મોત થયું હતું. સિન્હાએ આ મુદ્દે પણ ટીએમસીને ઘેરી છે. તેઓએ રેલીમાં કહ્યું મતદાન કેન્દ્ર પર ૧૮ વર્ષના એક યુવકને ગોળી મારી દેવાઈ. તે ભાજપનો સમર્થક હતો અને તેમના નેતા મમતા બેનર્જી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા કૂચ બિહાર હિંસા પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલિપ ઘોષે પણ રવિવારે આપત્ત્િ।જનક નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું કે જેમને સીતલકૂચીમાં ગોળીઓ વાગી તે કાયદાને હાથમાં લેવાની કોશિશ કરશે તો આવી દ્યટનાઓ બનતી રહેશે.

(3:01 pm IST)