Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ભારત સરકારનો નિર્ણયઃ વિદેશમાં ઉપયોગમાં લેવાતી બીજી વેકસીનને અપાશે તુરત મંજૂરી

નવી દિલ્હી : કોરોનાને હરાવવા હાલ ભારત પાસે કુલ ૩ વેકસીન છેઃ આવતા દિવસોમાં વિદેશોમાં ઉપયોગમાં લેવાતી બીજી વેકસીનને પણ ભારત તરત જ મંજૂરી આપશેઃ કોરોનાનો કહેર વધતા સરકારે વિદેશી વેકસીનને મંજૂરી આપવામાં ઉતાવળ દાખવી છે આ વર્ષે વધુ પ વેકસીનને મંજૂરી મળી શકે તેમ છે તેમાં જોન્સન એન્ડ જોન્સન, જાયડસ કેડીલા, સીરમની નોવાકસ અને ભારત બાયોટેકની નાક થકી લેવાતી રસીનો સમાવેશ થાય છેઃ અમેરિકાની જોન્સન એન્ડ જોન્સન કંપની પોતાની વેકસીનનું કલીનીકલ ટ્રાયલ ભારતમાં શરૂ કરવા માંગે છેઃ જોન્સન અને જોન્સનની રસી સીંગલ છે.

(3:46 pm IST)