Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ચંગુ મંગુ ગેંગનું અસ્‍તિત્‍વ સંકટમાં: કોરોનાને લઇને મહારાષ્‍ટ્રમાં સરકારની બેદરકારી સામે કંગના રનૌતએ ગુસ્‍સો ઠાલવ્‍યો

નવી દિલ્હી: ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી નામના મેળવનાર એક્ટ્રેસ કંગના રનૌતને સોશિયલ મીડિયા પર તેમના તીખા કોમેન્ટ માટે પણ ઓળખવામાં આવે છે. આવારનવાર તેઓ તેમના નિવેદનોથી લોકોની પ્રસંશા મેળવતી રહે છે. આ વચ્ચે કંગનાને જ્યારે તક મળે છે બોલિવૂડ અને મહારાષ્ટ્ર સરકાર પર કટાક્ષ કરતી રહે છે. ફરી એકવાર કંગનાએ મહારાષ્ટ્ર સરકારના લોકડાઉનના નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

કેમ ગુસ્સામાં છે કંગના

આ વખતે તો હદ ત્યારે થઈ જ્યારે કંગના રનૌતએ ગુસ્સામાં મહારાષ્ટ્ર સરકારની બેદરકારીની સરખામણી ચંગુ મંગુ ગેંગ સાથે કરી. તેમણે ટ્વીટ કરી કોરોનાને લઇ ચાલી રહેલી મહારાષ્ટ્ર સરકારની બેદરકારી પર નારાજગી વ્યક્ત કરી છે.

ચંગુ મંગુ ગેંગનું અસ્તિત્વ સંકટમાં

કંગના રનૌતે આ વખતે ગુસ્સો વ્યક્ત કરવા માટે એક કટાક્ષ ભર્યા ટ્વીટનો સહારો લીધો છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે, શું કોઈ મને જણાવી શકે છે કે શું મહારાષ્ટ્રમાં લોકડાઉન છેસેમી લોકડાઉન? અથવા નકલી લોકડાઉન? અહીં શું થઈ રહ્યું છે? કોઈ પણ નિર્ણાયક નિર્મણ લેવા ઇચ્છે છે. ચંગુ મંગુ ગેંગ અસ્તિત્વના સંકટથી લઈ રહી છે કે નહીં, જો કે, દરવખતની જેમ લટકતી તલવારની જેમ રહેશે.

લોકો કરી રહ્યા છે કંગનાને સપોર્ટ

હવે આ ટ્વીટ બાદથી સોશિયલ મીડિયા પર લોકો મોટી સંખ્યામાં કંગના રનૌતને સપોર્ટ કરી રહ્યા છે અને તેમની આ ટ્વીટ ઝડપથી વાયરલ થઈ રહી છે. હવે સેલિબ્રિટીઝથી લઇને સામાન્ય જનતા પણ તેમની આ વાત પર પોતાનો અભિપ્રાય આપતા જોવા મળી રહી છે.

(4:45 pm IST)