Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

રાજકોટના પૂર્વ કલેકટર અને પીએમઓમાં નિયામકપદે ફરજ બજાવતા ડો,રાજેન્દ્રકુમારની વર્લ્ડબેન્કમાં નિમણુંક

મુળ હિમાચલ પ્રદેશના વતની રાજેન્દ્રકુમાર ૨૦૦૪ ની બેેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી

રાજકોટ : રાજકોટના પૂર્વ કલેકટર અને કેન્દ્ર સરકારમાં ડેેપ્યુટેશન પર રહેલા ગુજરાતના આઇ.એ.એસ. કેડરના અધિકારી રાજેન્દ્રકુમારની વર્લ્ડ બેંકમાં નિમણુંક કરાઈ છે

 ડો, રાજેન્દ્રકુમારને સરકાર દ્વારા પર્સોનલ એન્ડ ટ્રેઇનીંગ વિભાગમાંથી બદલીને વડાપ્રધાન કાર્યાલયમાં નિયામક તરીકે નિમણુંક કરવામાં આવી હતી  મુળ હિમાચલ પ્રદેશના વતની રાજેન્દ્રકુમાર ૨૦૦૪ ની બેેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ ભરૂચ અને અમદાવાદમાં જિલ્લા વિકાસ અધિકારી તથા રાજકોટ અને સુરતમાં જિલ્લા કલેકટર તરીકે રહી ચુકયા છે.

ડૉ.રાજેન્દ્ર કુમારે રાજકોટ શહેરમાં વર્ષ 2011 થી 2014 દરમિયાન કલેક્ટર તરીકે કારભાર સંભાળ્યો હતો અને ત્યારબાદ વડાપ્રધાન સાથે દિલ્હી પહોચ્યા હતાં. વર્તમાન સમયમાં ડો. રાજેન્દ્ર કુમાર પીએમઓમાં ફરજ બજાવીરહ્યાં છે.

ગુજરાત કેડરના 2004 બેંચ ના ડો.રાજેન્દ્ર કુમાર 2011 થી 2014 સુધી રાજકોટ કલેકટર તરીકે ફરજ બજાવ્યા બાદ 2014 થી 2016 સુરત કલેકટર તરીકે સેવાઓ આપી હતી અને ત્યારબાદ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર નિમણૂક થતા પ્રધાનમંત્રી કાર્યાલયમાં સેવા બજાવી રહ્યા છે. વોશિંગ્ટન ડી.સી.માં વર્લ્ડ બેન્કના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના એડવાઈઝર તરીકે આગામી ત્રણ વર્ષ માટે ડો.કમારની નિમણૂંક થઈ છે.

(7:00 pm IST)