Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

એટી વન બોન્ડ મુદ્દે યસ બેન્કને ૨૫ કરોડનો દંડ

સેબી દ્વારા ખાનગી બેંક સામે કડક પગલાં

નવી દિલ્હી : સ્ટોક માર્કેટનુ નિયંત્રણ કરનાર સેબી દ્વારા હવે એટી વન બોન્ડના મામલામાં યસ બેક્નને ૨૫ કરોડ રુપિયાનો દંડ ફટકાર્યો છે. આ રકમ બેક્ને ૪૫ દિવસમાં જમા કરવી પડશે.

 

જાણકારોનુ માનવુ છે કે, ગ્રાહકો પર તેની અસર નહીં થાય પણ શેરના ભાવમાં કદાચ ઘટાડો નોંધાઈ શકે છે. આમ રોકાણકારોને નુકસાન થઈ શકે છે. યસ બેક્નને બચાવવા માટે ગયા વર્ષે માર્ચ મહિનામાં સ્ટેટ બેક્ન ઓફ ઈન્ડિયાની આગેવાનીમાં બેક્નોના એક જૂથ દ્વારા સહાય કરવામાં આવી હતી. જેના ભાગરુપે બેક્નના એટીવન બોન્ડ બંધ કરાયા હતા.

જોકે તેમાં રોકાણ કરનારાઓનો આક્ષેપ હતો કે, બેક્ન દ્વારા ખોટા વાયદા કરીને બોન્ડ વેચવામાં આવ્યા છે. આ માટે રોકાણકારોને વળતર મળવુ જોઈએ. આ મામલો અત્યારે હાઈકોર્ટમા છે. યસ  બેક્ન અને આરબીઆઈનુ જોકે કહેવુ છે કે, એટીવન બોન્ડ નિયમો પ્રમાણે જ છે.

જાણકારોના કહેવા પ્રમાણે એટીવન બોન્ડ સ્થાયી બોન્ડ હોય છે. જેની એક્સપાયરી ડેટ હોતી નથી. બેક્નો દ્વારા મૂડી ઉભી કરવા માટે આ પ્રકારના બોન્ડ બહાર પાડવામાં આવતા હોય છે. જેને આરબીઆઈ દ્વારા રેગ્યુલેટ કરાય છે. આ બોન્ડ લેનારાને સમયાંતરે વ્યાજ ચુકવવામાં આવે છે.

(7:30 pm IST)