Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ડો.આંબેડકર મારા માટે' ગરીબના ભગવાન છે ' : અલ્હાબાદ હાઈકોર્ટેના ચીફ જસ્ટિસ ગોવિંદ માથુરનું વિદાય સમારંભમાં ઉદબોધન

અલ્હાબાદ : અલ્હાબાદ હાઈકોર્ટેના ચીફ જસ્ટિસ ગોવિંદ માથુરે તેમના વર્ચ્યુઅલ વિદાય સમારંભમાં ઉદબોધન કરતા જણાવ્યું હતું કે ડો.આંબેડકર મારા માટે'  ગરીબના ભગવાન છે ' . તેમણે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે  તેઓ કોવિડ -19 સંક્રમિત થયા હતા તેથી કોર્ટમાં છેલ્લા કેટલાક દિવસોમાં હાજર રહી શક્યા ન હતા.

તેમણે ઉમેર્યું હતું કે COVID-19 પોઝિટિવ આવ્યું, તેથી કમનસીબે હું મારા કિંમતી છેલ્લા કામકાજના દિવસો ગુમાવી ગયો. હું મારા નિવાસસ્થાનથી આ સમારોહમાં ભાગ લઈ રહ્યો છું. મને મારા છેલ્લા કામકાજના દિવસે કોર્ટમાં બેસવાની તક ન મળી  આનાથી વધુ કમનસીબ બીજું શું હોઈ શકે?

પોતાના વિદાય સંબોધનમાં તેમણે ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો પ્રયાગરાજ ખાતે નેશનલ લો યુનિવર્સીટી  (એનએલયુ) ની સ્થાપના અંગેનું પોતાનું વચન નિભાવવા  બદલ આભાર માન્યો હતો.આ શહેર (પ્રયાગરાજ) ને ઉત્તર પ્રદેશ સરકારની સૌથી મોટી ભેટ છે પ્રયાગરાજ ખાતેની નેશનલ લો યુનિવર્સિટી.

તેમણે જણાવ્યું હતું કે આ માત્ર તકની વાત છે કે હું મારો જન્મદિવસ ભારત રત્ન ડો.બી.આર. આંબેડકર સાથે શેર કરું છું. મેં તેમનું નામ પહેલીવાર 1970 માં સાંભળ્યું હતું. એક દિવસ, મેં બી.આર. આંબેડકરની એક તસવીર જોઇ, જેમની  'ગરીબના  ભગવાન' તરીકે ઓળખ આપવામાં  આવી હતી અને ત્યારથી તે મારા માટે ગરીબના  ભગવાન છે. હું તેમના આદર્શોની કદર કરું છું, જે આપણા બંધારણમાં પ્રતિબિંબિત થાય છે.

તેમણે કોવિદ -19 રોગચાળામાં પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર સહુ કર્મચારીઓનો આભાર માન્યો થયો. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:53 pm IST)