Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

તેલંગાનાની ગાંધી હોસ્પિટલમાં 110 વર્ષીય વૃદ્ધે કોરોનાને હરાવ્યો

ડિસ્ચાર્જ કરતાં પૂર્વે થોડા દિવસ માટે નિરીક્ષણમાં રાખશે: બે દાયકા સુધી હિમાલયમાં રહ્યા હતા. નિવૃત્ત સરકારી તબીબ શ્રી રામાનંદને ગુરુ માનતા

તેલંગાનાની ગાંધી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા 110 વર્ષીય વ્યકિત રામાનંદા થીરથુલું સ્વસ્થ થયા છે. તેમને ગાંધી હોસ્પિટલમાં કોરોનાના સામાન્ય લક્ષણો સાથે કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ તે કોરોનાથી સ્વસ્થ થયા છે જો કે તેમ છતાં પણ ડોકટરે જણાવ્યું છે કે તેમને ડિસ્ચાર્જ કરતાં પૂર્વે થોડા દિવસ માટે નિરીક્ષણમાં રાખવામાં આવશે.

110 વર્ષના રામાનંદા થીરથુલું  નામના વ્યક્તિ એકલા છે તેમને બીજી કોઇ બીમારી નથી અને તે કેસરાના આશ્રમમાં રહે છે. તેમની સાથે વાત કરતા ડોક્ટરોએ કહ્યું કે તે અગાઉ લગભગ બે દાયકા સુધી હિમાલયમાં રહ્યા હતા. નિવૃત્ત સરકારી તબીબ શ્રી રામાનંદને ગુરુ માનતા હતા.

જ્યારે રામાનંદા થીરથુલું કોરોનાના ચેપ લાગ્યો ત્યારે તેમને ડોક્ટરે ગાંધી હોસ્પિટલમાં રિફર કર્યા હતા. તેમને ગાંધી હોસ્પિટલમાં 24 એપ્રિલના રોજ એડમિટ કરવામાં આવ્યા હતા.

ડોક્ટરે જણાવ્યું કે રામાનંદા થીરથુલું નું  પહેલા તેમનું ઑક્સીજન લેવલ 92 ટકા રહેતું હતું. પરંતુ હવે તે સ્વસ્થ છે. હવે તેમને નોન- ઑક્સીજન બેડ પર શિફટ કરવામાં આવશે. આ હોસ્પિટલના કોરોનાના માટેના નોડલ ઓફિસર ટી. પ્રભાકર રેડ્ડીએ જણાવ્યું હતું કે રિકવરી માટે સંપૂર્ણ લિક્વિડ ડાયટ આપવામાં આવ્યું હતું અને તે જ પ્રકારનું ભોજન પણ આપવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે , કોરોનાના સતત વધી રહેલા કેસના પગલે Telangana માં પણ 10 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. મંગળવારે તેલંગાણાના મુખ્ય પ્રધાનની આગેવાની હેઠળ એક મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોરોનાના વધતા જતા કેસોને કારણે બુધવારથી તેલંગાણામાં 10 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

(12:16 am IST)