Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ઇઝરાયલના હવાઈ હુમલામાં ઉગ્રવાદી સંગઠન હમાસના ગાઝા કમાન્ડરનું મોત

ઇઝરાયલ હુમલામાં ગાઝામાં 43 લોકોના મોત :મૃતકોમાં 13 બાળકો અને 3 મહિલાઓ સામેલ : 300 લોકો ઈજાગ્રસ્ત

યરૂશલમઃ ઇઝરાયલના હવાઈ હુમલામાં ઉગ્રવાદી સંગઠન હમાસના ગાઝા સિટી કમાન્ડરનું મોત થયુ છે. હમાસે તેની પુષ્ટિ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે 2014માં ગાઝાના જંગ બાદ બુધવારે હુમલામાં મોતને ભેટનાર બસમ ઈસા હમાસનો અત્યાર સુધીનો સૌથી મોટો અધિકારી હતી. તો ઇઝરાયલ હુમલામાં ગાઝામાં મૃત્યુ પામનારની સંખ્યા 43 થઈ ગઈ છે. તેમાંથી 13 બાળકો અને 3 મહિલાઓ સામેલ છે. આશરે 300 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

એક નિવેદનમાં હમાસે કહ્યું કે, બે દિવસથી ગાઝામાં જારી લડાઈમાં ઈસા બીજા અન્ય સાથીઓની સાથે મોતને ભેટ્યો છે. આ પહેલા ઈઝરાયલની આંતરિક ગુપ્ત એજન્સીએ કહ્યું હતું કે, ઇઝરાયલના હવાઈ હુમલામાં ઈસા અને હમાસના બીજા ઉગ્રવાદી માર્યા ગયા છે.

ગાઝા પટ્ટીમાં ઈસા અને બીજા કમાન્ડરોને અલગ-અલગ જગ્યાઓની જવાબદારી સોંપવામાં આવી હતી

 

ઇઝરાયલી હવાઈ હુમલાના જવાબમાં હમાસે અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો અને એક બાદ એક 130 રોકેટ તેલઅવીવ અને અન્ય વસ્તીવાળા વિસ્તાર તરફ ફાયર કર્યા છે. આ હુમલાની ઝપેટમાં આવતા એક ભારતીય નર્સનું મોત થયું છે. આ પહેલા ઇઝરાયલે મંગળવારે ગાઝા પર હવાઈ હુમલો કરી બે બહુમાળી ઇમારતને નિશાન બનાવી હતી. તેમાં હનાદી ટાવર પણ સામેલ છે.

આ ટાવર વિશે તેનું કહેવું હતું કે તેમાં ઉગ્રવાદી છુપાયા હતા, તો હમાસ અને અન્ય સશસ્ત્ર સમૂહોએ દક્ષિણી ઇઝરાયલ પર રોકેટ ફાયર કર્યા. બન્ને તરફથી આ હુમલામાં બાળકો સહિત 28 લોકોના મોત થયા, જ્યારે બે ઇઝરાયલી મહિલાના મોત થયા. યરૂશલમમાં સપ્તાહના તણાવ બાદ આ ઘર્ષણ થયું છે.

(12:41 am IST)