Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

કોવિદ -19 : લોકોને રસી લેવાનું દબાણ કરવું એ ગેરબંધારણીય છે : રસીના અજમાયશ અંગેના ડેટા જાહેર કરો : હાલમાં આપવામાં આવતી રસીની સલામતી અંગે પૂરતા પ્રમાણમાં પરીક્ષણ કરાયું નથી : સુપ્રીમ કોર્ટમાં પિટિશન

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટમાં ઇમ્યુનાઇઝેશન અંગેના રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથના ભૂતપૂર્વ સભ્ય ડો. જેકબ પુલીએલએ પિટિશન કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે લોકોને જરૂરી સેવાઓ સુધી પહોંચવાની શરત  લાદીને કોવિદ -19  રસી લેવા  દબાણ કરવું તે ગેરબંધારણીય છે.અરજીમાં જણાવાયું છે કે હાલમાં આપવામાં આવતી રસીની  સલામતી અંગે  પૂરતા પ્રમાણમાં પરીક્ષણ કરાયું નથી .તેમજ રસીના અજમાયશ અંગેના ડેટા જાહેર કરવા જરૂરી છે.

કોવિડ -19  રસીકરણ ફરજિયાત બનાવવી, કોઈપણ રીતે, કોઈપણ લાભ અથવા સેવાઓ મેળવવા માટેની પૂર્વશરત બનાવવી  તે બાબત  નાગરિકોના હક્કનું ઉલ્લંઘન છે.તેમજ ગેરબંધારણીય છે.

એડવોકેટ પ્રશાંત ભૂષણ દ્વારા દાખલ કરાયેલી  અરજીમાં જણાવાયું  છે કે લોકોને નોકરી ગુમાવવાના  અથવા આવશ્યક સેવાઓ માટે રસી લેવા દબાણ કરવાનું  દેશના ઘણા ભાગોમાં શરૂ થયું છે. સંપૂર્ણ અને પર્યાપ્ત પરીક્ષણ વિના અને ટ્રાયલ ડેટા અને રસીકરણ પછીના ડેટાની કોઈપણ પારદર્શિતા વિના રસીઓ મોકલવી અને તે લેવાનું દબાણ કરવું નાગરિક હક્કો ઉપર તરાપ સમાન છે.

અરજીમાં ઉમેરવામાં આવ્યું છે કે, સરકારે અસંખ્ય આરટીઆઈમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોવિડ રસી સ્વૈચ્છિક છે .તેમછતાં દેશભરમાં એવા ઘણા દાખલા છે કે જ્યાં હવે વિવિધ અધિકારીઓ રસી ફરજિયાત આપી રહ્યા છે.

નામદાર કોર્ટે પિટિશન દાખલ કરી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:14 pm IST)