Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

લોકડાઉનમાં નાણાં અને રોજગારી વિના પરપ્રાંતીય મજૂરો કેવી રીતે જીવશે ? : મજૂરોને ભોજન અને સસ્તા વાહન વ્યવહારની સુવિધા આપો : સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને આદેશ

ન્યુદિલ્હી : દેશના અનેક રાજ્યોમાં  જાહેર કરાયેલા લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય કામદારોની દુર્દશા અંગે ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે આજ ગુરુવારે કેન્દ્ર સરકારને પૂછ્યું  છે કે લોકડાઉનમાં નાણાં અને રોજગારી વિના પરપ્રાંતીય મજૂરો કેવી રીતે જીવશે ?.નામદાર કોર્ટે આ કામદારોને  ભોજન પૂરું પાડવા અને અને સસ્તા વાહન વ્યવહારની  સુવિધા આપવાનો આદેશ કર્યો છે.

પૈસા કે કામ વગર સ્થળાંતર કેવી રીતે ટકી શકશે? . કમસે કમ થોડા સમય માટે પણ  જોગવાઈ કરવી જોઈએ. તમારે કઠોર વાસ્તવિકતાઓ ધ્યાનમાં લેવી જોઈએ.

સોલિસિટર જનરલ ઓફ  ઇન્ડિયા તુષાર મહેતા કે જેઓ  આ મામલે કોર્ટની દખલનો વિરોધ કરી રહ્યા છે .તેમને ખંડપીઠે ઉપરોક્ત સવાલ કર્યો હતો.
ખંડપીઠે જણાવ્યું હતું કે તે ફસાયેલા સ્થળાંતર કરનારા કામદારો માટે સમુદાયના રસોડા અને સુકા રાશનના સંબંધમાં ઓર્ડર પાસ કરશે.ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે તે ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે પસાર કરેલા નિર્દેશોનું પાલન કરવા રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગશે .

ન્યાયાધીશ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એમ.આર. શાહની બનેલી બેંચ પુનઃ  સમસ્યાઓ અને સ્થળાંતર મજૂરોની મુશ્કેલીઓમાં સૂઓ  મોટો કેસ અંગે વિચારણા કરી રહી હતી.જે બાબત 2020 ની સાલના લોકડાઉન સમયે ધ્યાનમાં લેવાઈ હતી.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(1:40 pm IST)