Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

શું હવે દેશ વિદેશી રસી પર નિર્ભર ? દિલ્હી સહિત ૧૧ રાજ્યોએ વેકસીન માટે ગ્લોબલ ટેન્ડર જારી કર્યા

શું વિદેશી કંપનીઓ રાજ્યોને ડાયરેકટ રસી સપ્લાય કરી શકશે ? ઉઠતા અનેક સવાલો

નવી દિલ્હી, તા. ૧૩ :. એક તરફ જ્યાં કોરોના વાયરસે તબાહી મચાવી છે તો બીજી તરફ કોરોનાની વેકસીનની અછત પણ પરેશાનીનુ કારણ બની છે. વેકસીનની વધતી ડીમાન્ડ વચ્ચે સ્વદેશી રસી ઉપલબ્ધ નહિ હોવાને કારણે દિલ્હી, કર્ણાટક, આંધ્ર, યુપી, તેલંગણા, રાજસ્થાન સહિતના ૧૧ રાજ્યોએ રસી ખરીદવા માટે ગ્લોબલ ટેન્ડર જારી કર્યા છે,

પરંતુ સવાલ એ છે કે શું તેઓને આંતરરાષ્ટ્રીય કંપનીઓ તરફથી વેકસીન મળશે ? કારણ કે જે ઉત્પાદકોને ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડીયા મંજુર કરે તે જ ભારતમાં રસી સપ્લાય કરી શકે છે.

ગઈકાલે તામીલનાડુએ પણ ગ્લોબલ ટેન્ડર જારી કરવા નિર્ણય લીધો હતો. આ  સાથે તે ટેન્ડર જારી કરનારૂ ૧૧મુ રાજ્ય બન્યુ હતું.

રસીની વધતી માંગને પુરી કરવા માટે વિવિધ રાજ્યોએ કરોડો ડોઝ માટેના ગ્લોબલ ટેન્ડર જારી કર્યા છે. રાજ્યો હવે ખુલ્લા બજારમાથી રસી મેળવવા બહાર આવ્યા છે. રાજ્યોનું કહેવુ છે કે રસીકરણની પ્રક્રિયા ઝડપી પુરી કરવા માટે આવા ટેન્ડરો બહાર પાડયા છે.

યુપી સરકારે ૪ કરોડ વેકસીન માટે ટેન્ડર બહાર પાડયુ છે. ઓડીસા, મહારાષ્ટ્ર, કર્ણાટક સરકારે પણ ૧૮ થી ૪૪ વર્ષના લોકોને રસી આપવાનું કામ પુરૂ કરવા ટેન્ડરો જારી કર્યા છે.

આ ટેન્ડરમાં રૂસ, ફાઈઝર, મોડના અને જોન્સન એન્ડ જોન્સનનો સમાવેશ થાય છે.

(3:17 pm IST)