Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

પ્રવાહી લેવુ, યોગ-પ્રાણાયમ કરવા, પોષ્ટીક ખોરાક લેવો, પુરતી ઉંઘ લેવી

કોરોનાથી સાજા થઇ ગયેલા દર્દીએ આટલુ ધ્યાન રાખવું જરૂરી : અન્ય ગંભીર બીમારી ધરાવતા દર્દીએ ડોકટરના માર્ગદર્શન મુજબ ફરીથી દવા ચાલુ કરવી

નવી દિલ્હીઃ કોરોનાની બીજીલહેરથી આખો દેશ બેહાલ છે. લોકો ઝડપથી સંક્રમીત થઇ રહયા છે. જો કે રાહતની વાત એ છે કે કેટલાક રાજયોમાં રીકવરી રેટ સારો છે. પણ રીકવરી પછી પણ મોટાભાગના દર્દીઓ ત્રણથી ચાર અઠવાડીયા સુધી બીજી મુશ્કેલીઓ સામે લડી રહયા છે. આવા દર્દીઓમાં ફેફસા, કીડની, હૃદયની તકલીફો ઉપરાંત બ્લેક ફંગસના કેસો સામે આવી રહયા છે. કોરોનામાંથી સાજા થયા પછી થતી સંભવીત તકલીફો અને તેના માટેની સાવચેતીઓ બાબતે નિષ્ણાંતોનું શું કહેવુ છે તે આવો જાણીએ....

(૧) કોરોના દર્દી સાજા થઇ ગયા તે કેવી રીતે જાણવું ?

એપોલોના રૂમેટોલોજીસ્ટ ડોકટર સ્યામાસીસ બંદોપાધ્યાયેે કહ્યું કે જો એક કોરોના સંક્રમીતમાં ઇન્ફલ્યુએન્ઝાના લક્ષણો હોય તો તે ૧૦ દિવસમાં બિન સંક્રમીત થઇ જાય છે. આવા દર્દી લક્ષણ દેખાયાના ૧૭ દિવસ પછી સોશ્યલ ડિસ્ટન્સીંગ અને અન્ય પ્રોટોકોલનું પાલન કરીને સામાન્ય ગતિવિધિઓ શરૂ કરી શકે છે.

(૨)કોરોના પછી કઇ સાવચેતીઓ રાખવી જોઇએ ?

કોરોનામાથી સાજા થયા પછી હાઇબ્લડ પ્રેશર, ડાયાબીટીઝ, હૃદયરોગી અને અન્ય ગંભીર બિમારી ધરાવતા દર્દીઓ પોતાના પદાર્થો લેતા રહે, યોગ, પ્રાણાયમ કરે, પોષ્ટીક આહાર લે અને પુરતી ઉંઘ લે.

(૩) પોસ્ટ કોવિડ ઇફેકટ કેમ જોવા મળે છે ?

ડિયોસ હોસ્પિટલના ઓર્થો  વિભાગના ડાયરેકટર અભિષેક બેસલે કહ્યું કે લગભગ એક ચતુર્થાંસ દર્દીઓમાં પોઝીટીવ આવ્યાના ૪૫ અઠવાડીયા પછી પણ તેના લક્ષણો જોવા મળે છે. દસમાંથી એક દર્દીને ૧૨ અઠવાડીયા પછી તેના લક્ષણોનો અનુભવ થયો છે. જો કે આની કોઇ ચોકકસ સાબિતીઓ નથી પણ શરીરના કેટલાક ભાગમાં વાયરસ રહી જવાના કારણે લક્ષણો દેખાઇ શકે છે.

આરોગ્ય મંત્રાલયે શું સલાહ આપી  છે ?

આરોગ્ય મંત્રાલય અનુસાર કોરોનાથી સાજા થયા પછીના જે પ્રોટોકોલ નકકી કરાયા છે તે મુજબ દર્દીએ સાત દિવસની અંદર ડોકટરની સલાહ લેવી જોઇએ ડોકટરે જણાવ્યા અનુસારની સાવચેતી રાખવી. જો સતત સુકી ઉધરસ અથવા ગળામાં ખરાશ હોય તો હળદર અનેે મીઠાના હુંફાળા પાણીથી કોગળા કરવા અને નાસ લેવો.

(૫) સાજા થયા પછી કસરત કયારે શરૂ કરી શકાય ?

ડો. બસલનું કહેવુ છે કે સાજા થયા પછી ધીમે ધીમે કસરત શરૂ કરી શકાય. દિવસમાં ૫ થી ૧૦ મીનીટ કોઇપણ ગતિવિધિ  શરૂ કરો. કોરોનામાંથી સાજા થયાના પહેલા સપ્તાહમાં જોગીંગ અથવા વોકથી શરૂઆત કરી શકો છો. બીજા અઠવાડીયે તેનો સમય વધારી શકાય. હૃદયની તકલીફો વાળા દર્દીઓઅુે ૨ થી ૩ અઠવાડીયાનો બ્રેક લેવો જોઇએ.

(3:42 pm IST)