Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

પટણા હાઇકોર્ટ આકરા પાણીએ : ગંગા નદીમાં તરતા મળી આવેલા મૃતદેહોની સંખ્યા અંગે બે દિવસમાં સોગંદનામું રજૂ કરો : તમામ મૃત્યુની જાણ 24 કલાકમાં થવી જ જોઇએ : જપ્ત કરાયેલ ઓક્સિજન દર્દીઓના ઉપયોગ માટે મુક્ત કરો : જનતાના પ્રતિનિધિઓ ફરજ બજાવવામાં નિષ્ફ્ળ જાય તો તેઓને હોદા ઉપરથી હટાવો : બિહાર સરકારને પટણા હાઇકોર્ટનો આદેશ

પટણા : બિહાર સરકારને પટણા હાઇકોર્ટએ આદેશ કરતા જણાવ્યું છે કે ગંગા નદીમાં તરતા મળી આવેલા મૃતદેહોની સંખ્યા અંગે બે દિવસમાં સોગંદનામું રજૂ  કરો . તમામ મૃત્યુની જાણ 24 કલાકમાં થવી જ જોઇએ . જપ્ત કરાયેલ ઓક્સિજન દર્દીઓના ઉપયોગ  માટે મુક્ત કરો .જનતાના પ્રતિનિધિઓ ફરજ બજાવવામાં નિષ્ફ્ળ જાય તો તેઓને હોદા ઉપરથી હટાવો .

પટણા હાઈકોર્ટે બક્સર અને કૈમૂરના અધિકારીઓને ગંગા નદીમાં તરતી મળી આવેલી લાશની સંખ્યા અંગે  બે દિવસમાં સોગંદનામું દાખલ કરવા આદેશ આપ્યો છે.મુખ્ય ન્યાયાધીશ સંજય કેરોલ અને ન્યાયાધીશ એસ કુમારની ડિવિઝન બેંચે  બિહાર સરકારને રાજ્યની કોવિદ -19 પરિસ્થિતિના સંચાલન અંગેના અનેક નિર્દેશો જારી કર્યા હતા.

જે મુજબ તબીબી સહાય , ગ્રામીણ વિસ્તારોમાં મૃત્યુની નોંધણી ,કેન્દ્ર સરકારે ઓક્સિજન અંગે મદદ વધારવી , ગંગામાંથી મળી આવેલા  મૃતદેહો પર સોગંદનામું , કાળા માર્કેટીયરો પાસેથી જપ્ત કરાયેલ ઓક્સિજન મુક્ત કરવા ,મુખ્ય સચિવ, બિહાર સરકાર દ્વારા નવું સોગંદનામું રજૂ કરવું સહિતની બાબતોનો સમાવેશ થાય છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:11 pm IST)