Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે ભીષણ યુદ્ધ : પીએમ બેન્જામિન નેતન્યાહુએ પેલેસ્ટાઈનને આપી ખુલ્લી ધમકી

ઇઝરાઇલના સંરક્ષણ પ્રધાન બેની ગેન્ટઝનું કહેવું છે કે ઇઝરાઇલ હજી પણ હમાસ અને અન્ય મુસ્લિમ ઉગ્રવાદી સંગઠનો પર વધુ ખતરનાક હુમલાઓ કરશે. હુમલો થયા પછી જ કોઈ શાંતિ સ્થાપવા માટે વાટાઘાટો કરાશે.

ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ખુલ્લી ધમકી આપી છે. તેમણે કહ્યું કે આ માત્ર શરૂઆત છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ઇઝરાઇલ ઉગ્રવાદી સંગઠનોને એવો શખત પાઠ ભણાવશે કે તેઓએ તેમના સપનામાં વિચાર્યું નહિ હોય.

(8:23 pm IST)