Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

G 7 દેશો ચીનને મોટો ઝટકો આપશે : જિનપિંગના ડ્રીમ પ્રોજેક્ટ BRIની સામે B3W નો પ્લાન બનાવ્યો

G 7 નાં અન્ય નેતાઓ બિલ્ડ બેક બેટર વર્લ્ડ (B3W) પહેલ દ્વારા ચીનના BRI પ્રોજેક્ટનો વિકલ્પ ઉભો કરવા માગે છે

નવી દિલ્હી : વિશ્વના સાત સૌથી સમૃધ્ધ લોકશાહી દેશો ચીનને મોટો ઝટકો આપવા જઈ રહ્યા છે. આ G 7 દેશોએ એક મોટા ઇન્ફ્રા પ્લાન દ્વારા ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિટિવની સામનો કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. આ વૈશ્વિક માળખાકીય સુવિધાઓ દ્વારા વિકાસશીલ દેશોને પણ મદદ થશે, પરંતુ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના સ્વપ્ન પ્રોજેક્ટને મોટો ફટકો પણ પડશે. BRI થકી, ચીન વિકાસના સપનાઓ બતાવીને ગરીબ અને નાના દેશોને લોનની જાળમાં ફસાવવાનાં પ્રયાસ કરી રહ્યું છે.

G 7 નેતાઓ દક્ષિણ પશ્ચિમ ઇંગ્લેંડમાં બેઠક કરી રહ્યા છે અને બેઇજિંગ સાથે વ્યૂહાત્મક સ્પર્ધા અંગે ચર્ચા કરી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જોન બીડેન અને અન્ય G 7 નાં અન્ય નેતાઓ બિલ્ડ બેક બેટર વર્લ્ડ (B3W) પહેલ દ્વારા ચીનના BRI પ્રોજેક્ટનો વિકલ્પ ઉભો કરવા માગે છે.

વ્હાઇટ હાઉસ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પારદર્શક માળખાગત પ્રોજેક્ટ પર લગભગ 40 ટ્રિલિયન ડોલરનો ખર્ચ થશે.

બિડેન વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ વ્હાઇટને કહ્યું કે, "તે ફક્ત ચીનનો પ્રતિકાર કરવા અથવા તેને રોકવા માટે નથી, પરંતુ આપણે હજી સુધી એવા સકારાત્મક વિકલ્પ આપ્યા નથી જે આપણા મૂલ્યો અને વ્યવસાયના ધોરણોને પ્રતિબિંબિત કરે છે." વ્હાઇટ હાઉસએ કહ્યું કે G 7 અને તેના સહયોગી દેશો પર્યાવરણ, આરોગ્ય, ડિજિટલ ટેકનોલોજી અને લિંગ સમાનતા જેવા ક્ષેત્રોમાં ખાનગી રોકાણ આકર્ષિત કરવા આ પહેલનો ઉપયોગ કરશે.

(12:26 am IST)