Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

અલ સાલ્વાડોરનું એક ગામ ક્રિપ્ટોકરન્સીથી કરિયાણું ખરીદે છે :દેશની 70% વસ્તી પાસે નથી બેંક એકાઉન્ટ

સંસદની મંજૂરી બાદ અહીંના તમામ વ્યવસાયોએ તેને સ્વીકારવું પડશે.ફક્ત જેની પાસે તેની ટેકનીક નથી, તેમને છૂટ આપવામાં આવશે

નવી દિલ્હી :તાજેતરમાં ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં લોકોની રુચિ વધી છે. પરંતુ હજી પણ તે તેમના માટે માત્ર એક રોકાણની વસ્તુ છે. પરંતુ વિશ્વનું એક એવું ગામ પણ છે જ્યાં લોકો ક્રિપ્ટોકરન્સીથી રાશન-શાકભાજી ખરીદે છે. તેના બીલ ચૂકવે છે.

એક અહેવાલ મુજબ આ અઠવાડિયે અલ સાલ્વાડોરની સંસદે ક્રિપ્ટોકરન્સીને લિગલ કરન્સીનો દરજ્જો આપ્યો છે, દેશના રાષ્ટ્રપતિ નાઇબ બુલેકે આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. જોકે બિટકોઇન પહેલાથી અલ સાલ્વાડોરમાં સ્વીકારવામાં આવે છે, તે લેવાની કે ન લેવાની સ્વૈચ્છિકતા હતી. પરંતુ હવે સંસદની મંજૂરી બાદ અહીંના તમામ વ્યવસાયોએ તેને સ્વીકારવું પડશે.ફક્ત જેની પાસે તેની ટેકનીક નથી, તેમને છૂટ આપવામાં આવશે.

અલ સાલ્વાડોરની સરકારના આ નિર્ણય પછી, બધાની નજર અહીંના નાના એવા ગામ અલ જોંટે તરફ વળી,જેની અર્થવ્યવસ્થામાં ગયા વર્ષથી ક્રિપ્ટોકરન્સી ભળી ગઈ છે. પેસિફિક મહાસાગરના કાંઠે વસેલું અલ સાલ્વાડોરનું આ ગામ આખા વિશ્વમાં સર્ફિંગ માટે પ્રખ્યાત છે. લોકો અહીં ઉંચી ઉગડી લહેરો સાથે એડવેંચરની મજા માણવા આવે છે. આ ગામની મુખ્ય વસ્તી માછીમારોની છે અને લગભગ 500 પરિવારો આ કામમાં સામેલ છે

ક્રિપ્ટોકરન્સીવાળી ઇકોનોમીની શરૂઆત અલ જોન્ટેમાં 2019માં થઈ હતી જ્યારે અનજાન ડોનર અહીંના સ્થાનિક નોન પ્રોફિટ ગ્રુપ સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું. રસપ્રદ વાત એ છે કે અલ સાલ્વાડોરની 70% વસ્તી પાસે બેંક એકાઉન્ટ પણ નથી. અલ સાલ્વાડોરના પ્રમુખ નૈબ બુકેલ કહે છે કે નવા કાયદાથી દેશના લાખો લોકોને લાભ થશે કે જેમની પાસે પરંપરાગત બેંક સુવિધા નથી. ઉપરાંત, તે વિશ્વભરના રોકાણકારોને દેશમાં રોકાણ કરવા આકર્ષિત કરશે

(12:58 am IST)