Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

દેશમાં સતત બે દિવસના વધારા બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે રાહત

રાહત મતલબ આજે રવિવારે ભાવ વધ્યા નથી અને ઘટયા પણ નથી યથાવત રહ્યા છે

નવી દિલ્હી: સરકારી તેલ કંપનીઓએ આજે (રવિવાર) પેટ્રોલ-ડીઝલના રેટ રજૂ કરી દીધા છે. ઘરેલૂ માર્કેટમાં સતત બે દિવસ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારા પછી આજે (13 જૂન) બંને ઈધણોન લઈને રાહતના સમાચાર છે. અસલમાં પેટ્રોલ અને ડીઝલના રેટમાં આજે કોઈ વધારો અથવા ઘટાડો કરવામાં આવ્યો નથી. ઈન્ડિયન ઓઈલ અનુસાર રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પરિવર્તન ના થવાથી રેટ સ્થિર છે.

દિલ્હીની વાત કરીએ તો રાજધાનીમાં આજે પેટ્રોલ 96.12 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 86.98 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે. આ મહિનામાં અત્યાર સુધી પેટ્રોલ 1 રૂપિયો 89 પૈસા અને ડીઝલ 1 રૂપિયો 83 પૈસા મોંઘો થઈ ચૂક્યો છે.

પાછલા બે દિવસમાં પેટ્રોલ 56 પૈસા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 51 પૈસા પ્રતિ લીટર મોંઘો થયો છે. ભારતીય માર્કેટમાં શનિવારે પેટ્રોલની કિંમત 27 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 23 પૈસા પ્રતિ લીટર વધી છે. જ્યારે શુક્રવારે પેટ્રોલની કિંમતમાં 29 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના 28 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોએ સામાન્ય વ્યક્તિને કફોડી સ્થિતિમાં મૂકી દીધો છે. જૂન મહિનામાં સાત વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ ચૂક્યો છે.

(12:06 pm IST)