Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

યમુના એકસપ્રેસ-વે પર ગંભીર અકસ્માતમાં ૩ લોકોના કરૂણ મોત

વહેલી સવારે ટ્રક-કાર વચ્ચે અકસ્માત : ઓલાકેબમાં બેઠેલા મુસાફરો દિલ્હીના હોવાનું જાણવા મળેલ છે

નવી દિલ્હી : યમુના એક્સપ્રેસ પર રવિવારે સવારે જ એક ભયંકર અકસ્માત થયો હતો. રોડની બાજુમાં ઊભેલી એક ખરાબ ટ્રકની પાછળ એક પેસેન્જર કાર ટકરાઇ હતી. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

યમુના એક્સપ્રેસ પર રવિવારે સવારે જ એક ભયંકર અકસ્માત થયો હતો. રોડની બાજુમાં ઊભેલી એક ખરાબ ટ્રકની પાછળ એક પેસેન્જર કાર ટકરાઇ હતી. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત એટલો જોરદાર હતો કે આખી કાર ટ્રકમાં ઘૂસી ગઈ હતી.

આ ઘટના રવિવારે સવારે 4 વાગ્યે અને 50 મિનિટ પર થઈ હતી. આ કારમાં બેઠેલ દરેક વ્યક્તિ દિલ્હીના હોવાનું કહેવાય છે. પોલીસના કહ્યા અનુસાર ઓલા કેબ યુપીના ઔરૈયાથી દિલ્હી જઈ રહી હતી. જેમાં 5 લોકો સવાર હતા. આ કાર રોડની બાજુમાં ઊભેલી એક ખરાબ ટ્રકની પાછળ ટકરાઇ હતી. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ અકસ્માતમાં મોત થનાર લોકોમાં સંતોષ કુમાર, ઉષા દેવી અને સતપાલસિંહ છે. જ્યારે સોનુંસિંહ અને પ્રતપસિંહ ઘાયલ થયા છે. આ બંને ઘાયલોને કૈલાશ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જ્યારે મૃતકોનો મૃતદેહને પોસમાર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે. બીજો અકસ્માત પશ્વિમ બંગાળના આસનસોલમાં પણ સર્જાયો હતો. આ બનાવની હકીકત એવી છે કે એક દવા ભરેલી ટ્રક બીજા એલપીજી ટેન્કર ધડાકાભેર અથડાઇ હતી, જેમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા.

(12:39 pm IST)