Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

એન્ટીબૉડી કૉકટેલ લેનારા 40 દર્દીઓ પર નિરીક્ષણ કરતા ર૪ કલાકમાં જ દર્દીઓ કોરોના માંથી બહાર આવ્યા

હૈદરાબાદ સ્‍થિત એશિયન ઇન્‍સ્‍ટીટ્યુટ ઓફ ગેસ્ટ્રોએન્ટરોલૉજીનો દાવો

નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેર ધીમે-ધીમે મંદ પડી રહી છે. પહેલાની સરખામણીમાં દેશના અનેક રાજ્યોમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ દરમિયાન વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદ સ્થિત એશિયન ઈન્સ્ટીટ્યૂટ ઑફ ગેસ્ટ્રોએન્ટરોલૉજીએ દાવો કર્યો છે કે, કોરોના સંક્રમિતોને મોનોક્લોનલ એન્ટીબૉડીના સિંગલ ડોઝ વાળી દવા કોકટેલ આપવામાં આવી છે. આ દવા લીધા બાદ 24 કલાકમાં તમામ કોવિડ દર્દીઓની અંદર જ કોરોનાના લક્ષણો ગાયબ થઈ ગયા.

હૈદરાબાદની ઈન્સ્ટીટ્યૂટનું કહેવું છે કે, 40થી વધુ કોરોના દર્દીઓને મોનોક્લોનલ એન્ટીબૉડીના સિંગલ ડોઝ વાળી દવા કૉકટેલ આપવામાં આવી છે. હોસ્પિટલના અધ્યક્ષ ડૉ નાગેશ્વર રેડ્ડીએ કહ્યું કે, 24 કલાકમાં તે તમામ કોરોના સંક્રમિત દર્દીઓ તાવ, અશક્તિ વગેરે જેવા સામાન્ય લક્ષણોથી ઠીક થઈ ગયા. આ ખૂબ જ સારો પ્રયોગ છે. જે દર્દીઓમાં કોરોનાના પ્રાથમિક લક્ષણો જોવા મળે, તે આ દવા કારગર સાબિત થઈ રહી છે.

ડૉ રેડ્ડીનું કહેવું છે કે, અમેરિકાના રિસર્ચોમાં ખુલાસો થયો છે કે, મોનોક્લોનલ એન્ટીબૉડીની એક ડોઝ વાળી દવા કોવિડના બ્રિટિશ વેરિએન્ટ, બ્રાઝીલીયન વૅરિએન્ટ અને દક્ષિણ આફ્રિકી વેરિએન્ટ વિરુદ્ધ અસરકારક છે. તેમણે કહ્યું કે, કોઈએ પર આપણા દેશમાં વર્તમાના ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ આ દવાનો ટ્રાયલ નથી કર્યું. હાલ આ દવા અને વાઈરસ પર તેની અસરની તપાસ કરી રહ્યાં છીએ. આ દવાનું પરિણામ જોવા અમારી પાસે 40 દર્દીઓ છે. સૌથી ખાસ વાત છે કે, દવા લીધાના એક સપ્તાહ બાદ RT-PCR ટેસ્ટમાં લગભગ 100 ટકા કેસોમાં વાઈરસ ગાયબ થઈ ગયો છે.

જણાવી દઈએ કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગત વર્ષે કોરોના સંક્રમિત થઈ ગયા હતા. તેમને પણ મોનોક્લોનલ એન્ટીબૉડી ડ્રગ થેરાપી આપવામાં આવી હતી. જે બાદ આ થેરાપી વિશે સૌ કોઈને જાણ થઈ હતી. મોનોક્લોનલ એન્ટીબૉડી થેરાપી થકી કોરોના વાઈરસના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓમાં મહામારીની ગંભીરતાને ઓછી કરવામાં આવે છે.

કોવિડ પોઝિટિવ દર્દીઓને 3 થી 7 દિવસોની અંદર એન્ટીબૉડીનો સિંગલ ડોઝ કૉકટેલ આપવામાં આવે છે. કાસિરિવિમૈબ અને ઈમદેવિમાબ બે દવાઓ છે. જે મોનોક્લોનલ એન્ટીબૉડી થેરાપી માટે ડ્રગ કૉકટેલમાં આવે છે. જેની કિંમત ભારતમાં લગભગ 70,000 રૂપિયા (1000 અમેરિકન ડોલર છે). જ્યારે અમેરિકામાં તેની કિંમત 20,000 ડોલર છે. આટલી વધારે કિંમત હોવા છતાં તેની માંગ વધી રહી છે. જો કે ડોક્ટરોએ ચેતવણી પણ આપી છે કે, આનો વધુ ઉપયોગ ના કરવો જોઈએ.

(4:16 pm IST)