Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

કોરોનાની બીજી લહેર ધીમી પડતા લોકો બિન્દાસ બન્યા : ન્યારી ડેમે રવિવારની મજા માણવા લોકો ઉમટ્યા : ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ ? : મોડેથી પોલીસે લોકોના ટોળાને સ્થળ પરથી રવાના કર્યા

અનલોકમાં છૂટછાટ મળતા લોકો ફરીવાર લાપરવાહ બન્યા : સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક ભૂલ્યા : શહેરીજનોએ સાવચેતી રાખવી જરૂરી

રાજકોટ : કોરોનાની બીજી લહેર ધીમી પડતા લોકો ફરીવાર બિન્દાસ બન્યા છે લોકો બિનજરૂરી એવી રખડ્ડપટ્ટી પણ કરવા લાગ્યા છે ત્યારે આજે રવિવારે રજાની મજા માણવા રાજકોટીયન  ફરવા ઉપડી ગયા છે, કાલાવડ રોડ પરના ન્યારી ડેમે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે જેમાં કોવીડ ગાઈડ લાઇનનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું, જે ખુબ ચિંતાજનક  છે. જોકે મોડેથી પોલીસને ખબર પડતાં સ્થળ પર પહોંચી ને લોકો ને સ્થળ પરથી રવાના કર્યા હતા.

 કોરોના કાળમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનો મહિમા ખુબ ગવાયો છે કોરોના સામે સલામતી માટે મહત્વના મનાતા હતા ત્યારે અનલોકમાં છૂટછાટ મળતા શહેરીજનો ફરી સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક મામલે લાપરવાહ બન્યા છે જાણે ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપી રહ્યાં હોય તેમ વર્તી રહ્યાં છે  કોરોનાનો કહેર દૂર થયો હોય તેમ લોકો ભેગા થયા હતા  ત્યારે આવા લોકોને કારણે જ કોરોના વાયરસ વધુ ફેલાય તો નવાઇ નહીં.(તસ્વીર - જતીન દત્તાણી)

(7:08 pm IST)