Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

હરિયાણાના ગુરૂગ્રામમાં AC મિકેનિકને ‘‘મઘલાળ’’ માં ફસાવીને મહિલા સાથેનો અશ્‍લિલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને લૂંટી લીધો : પ આરોપીની ધરપકડ

બોલેરો SUV કાર મોબાઇલ, ATM કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્‍ત

નવી દિલ્હી: હરિયાાણાના ગુરૂગ્રામમાં એક AC મીકેનીક યુવકને હનીટ્રેપમાં ફસાવીને લૂંટી લેતા ખળભળાટ મચી ગયો છે.

પોલીસે જણાવ્યું કે મહિલા પાસેથી ચોરીનો એક મોબાઇલ ફોન, સોનાની ચેન, પર્સ, એટીએમ કાર્ડ, આઇપોડ, સિમ કાર્ડ અને ગુનામાં ઉપયોગમાં કરવામાં આવેલી બોલેરો એસયૂવી જપ્ત કરવામાં આવી છે. પોલીસે તમામ પાંચેય આરોપીઓને શનિવારે શહેરની કોર્ટમાં હાજર કર્યા અને કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા. પોલીસે આ પહેલાં જયપુર નિવાસી દિનેશ ચૌધરી ઉર્ફ શુભમ અને મહેન્દ્રગઢ જિલ્લાના અટેલી નિવાસી નીતિનની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે બે આરોપી આશીષ ઉર્ફ આશુ અને અક્ષય ભટ્ટને શુક્રવારે જયપુરથી ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે પૂછપરછમાં ખબર પડી છે કે સોશિયલ મીડિયા દ્રારા લોકોને હનીટ્રેપમાં ફસાવવાનો પુરો પ્લાન દિનેશ ચૌધરીએ બનાવ્યો હતો. ચૌધરી તાજેતરમાં જ જેલમાંથી જામીન પર છૂટીને આવ્યો હતો. જ્યાં તે અટેંપ્ટ ટૂ મર્ડરના કેસમાં બંધ હતો. ચૌધરીએ પોલીસ સમક્ષ સ્વિકાર્યું હતું કે તેણે પોતાની બેરકમાં બંધ અન્ય કેદી પાસેથી આઇડિયા લઇને જેલની અંદર જ આ પ્રકારની ઘટનાને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો હતો.

હનીટ્રેપ અને કિડનેપિંગના પિડિત એર કંડીશન મિકેનિક પાસેથી નીલમે 5 જૂનના રોજ સેક્ટર 29 ની એક હોટલમાં આવવા માટે કહ્યું હતું. બંને વચ્ચે સોશિયલ મીડિયા દ્રારા સંપર્ક થયો હતો. જ્યારે મિકેનિક ત્યાં ગયો, તો તેને ગેંગના બાકી લોકોને કથિત રીતે મહિલા સાથે યૌન સંબંધ બનાવવા માટે કહ્યું અને તેને બ્લેકમેલ કરવા માટે આ કૃત્યનો વિડીયો પણ બનાવ્યો. 3 દિવસ સુધી બંધક બનાવીને રાખવામાં આવ્યા બાદ મિકેનિક કોઇપણ પ્રકારે ભાગવામાં સફળ રહ્યો અને તેને પોલીસને ગેંગ વિશે જાણકારી આપી.

(12:00 am IST)