Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ચીનમાં ફરી એકવાર કોરોના મહામારીની દહેશતનો માહોલ : રાજધાની બીજીંગમાં કોરોના વિસ્‍ફોટ થતા લોકોને ચેતવણી

કેસની સંખ્‍યા વધતા ગાઇડાલાઇનનું કડક પાલન કરવા આદેશ

બીર્જીંગ : ચીનમાં ફરી એક વખત કોરોના કેસમાં વધારો થતા સરકાર દ્વારા લોકોને ચેણવણી આપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ચીનમાં કોરોના મહામારીથી ફરી એકવાર દહેશતનો માહોલ છે. રાજધાની બીજિંગમાં કોરોનાના ઘણા કેસ સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. અહીં કોવિડ  19ના વિસ્ફોટ પ્રકોપની સ્થિતિથી લોકોની મુશ્કેલી વધી ગઇ છે. સરકારી સ્વાસ્થ્ય વિભાગ સાથે જોડાયેલા અધિકારોએ ચેતાવણી આપી છે કે રાજધાની બીજિંગમાં કોરોનાએ ઝડપથી પગ પેસારો કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બીજિંગમાં કોરોના વિસ્ફોટને લઇને ચેતાવણી જાહેર કરવામાં આવી છે.

બીજિંગના બે જિલ્લામાં કોવિડ 19 ના વધતા જતા પ્રકોપને જોતાં સાવધાની વર્તવામાં આવી રહી છે. કોવિડના પ્રસારને ઓછો કરવા માટે શોપિંગ કોમ્પ્લેક્સ, નાઇટક્લબ અને કેટલાક મનોરંજન સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા છે. સાથે જ ચીનની વાણિજ્યિક રાજધાની શંઘાઇમાં હેર અને બ્યૂટી સલૂન સાથે જોડાયેલા મામલે ઉછાળાને રોકવા માટે મોટાપાયે કોરોના ટેસ્ટિંગને શરૂ કરવામાં આવ્યું છે.

સ્વાસ્થ્ય વિભાગના અધિકારીએ શુક્રવારે શહેરમાં સામે આવેલા 61 નવા સંક્રમિત કેસમાં તમામ બાર ગયા હતા અથવા તે સાથે જોડાયેલા છે. બીજિંગ નગરપાલિકા સરકારના પ્રવક્તા જૂ હેજિયાને મીડિયાને જણાવ્યું કે 'હેવન સુપરમાર્કેટ બાર' સાથે સંબંધિત કેસમાં હાલનો પ્રકોપ વિસ્ફોટક છે અને તેનાથી સંક્રમણ વધુ ઝડપથી ફેલાય શકે છે.

બીજિંગમાં શનિવારે બપોરે 3 વાગ્યા સુધી કોવિડ 19ના 46 નવા કેસ નોંધાયા હતા. શહેરમાં હાલ નવા પ્રતિબંધોની જાહેરાત કરવામાં આવી નથી. ચીનના સરકારી આંકડા અનુસાર 140 કરોડ લોકોના દેશમાં કોવિડ 19 મહામારીથી 5,226 મોત થયા છે. ચીન કોરોના મહામારીની શરૂઆતથી ખૂબ સતર્ક રહ્યું છે અને અહીં કોરોના પ્રતિબંધોનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે.

દુનિયાભારમાં કોરોના મહામારી સાથે જંગ ચાલુ છે. જોકે ચીનમાં કોવિડ 19 સંક્રમણનો દર વૈશ્વિક માપદંડોથી ખૂબ ઓછા કહેવામાં આવી રહ્યું છે. તેમછતાં ત્યારબાદ ચીનમાં જીરો કોવિડ પોલીસી લાગૂ છે અને તેના અંતગર્ત કોરોનાને ખૂબ કડક ચે. ચીનની સરકારનું માનવું છે કે ઝીરો કોવિડ પોલિસી હેઠળ નિયમ દેશના વડીલો અને મેડિકલ સુરક્ષાને લઇને લાગૂ કરવામાં આવ્યા છે.

(12:00 am IST)