Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

એક જ જગ્‍યાએ ૩૧૭૫૧.૪૬ કિલો કેળાં ડિસ્‍પ્‍લેમાં મૂકવામાં આવ્‍યા

શિકાગો તા. ૧૩ : અમેરિકામાં શિકાગોના વેસ્‍ટમોન્‍ટ સબર્બના લોકોમાં બુધવારે ખુશી છવાઈ ગઈ હતી, કેમ કે અહીં ૩૧૭૫૧.૪૬ કિલો કેળાં ડિસ્‍પ્‍લેમાં મૂકીને દુનિયામાં ફળોના સૌથી વિશાળ ડિસ્‍પ્‍લેનો રેકોર્ડ તોડવામાં આવ્‍યો હતો. અમેરિકાના એક ગ્રોસરી સ્‍ટોરની બહાર મૂકવામાં આવેલા આ ડિસ્‍પ્‍લેના આયોજકોએ ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ તોડ્‍યો હતો.

આ ઇવેન્‍ટમાં રેકોર્ડ માટે સર્ટિફિકેટ મળ્‍યા બાદ ડિસ્‍પ્‍લેમાં મૂકવામાં આવેલાં કેળાં કસ્‍ટમર્સને વેચી દેવામાં આવ્‍યાં હતાં અને બાકી બચેલાં કેળાં ડોનેટ કરી દેવામાં આવ્‍યાં હતાં.

આ ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડના પ્રતિનિધિઓને આ રેકોર્ડનું સર્ટિફિકેટ આપતા જોવા માટે મોટી સંખ્‍યામાં લોકો ભેગા થયા હતા. આ ડિસ્‍પ્‍લે તૈયાર કરતાં ત્રણ દિવસ લાગ્‍યા હતા.

આ પહેલાં આ વર્લ્‍ડ રેકોર્ડ અમેરિકામાં જ લ્‍યુસિયાનામાં રચાયો હતો. એ સમયે એક સુપરમાર્કેટે ૧૮,૧૪૩.૬૯ કિલો ઓરેન્‍જ એકસાથે ડિસ્‍પ્‍લેમાં મૂક્‍યાં હતાં.

(11:10 am IST)