Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

મકાન મારી માલિકીનું છે તેને તમે કઈ રીતે ધ્વસ્ત કરી શકો ? : પ્રયાગરાજ હિંસાના માસ્ટર માઇન્ડ જાવેદની પત્ની પરવીન ફાતિમાએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા : લગ્ન પહેલા પિતા તરફથી ભેટમાં મળ્યું હોવાનો દાવો


અલ્હાબાદ : પ્રયાગરાજ હિંસાના માસ્ટરમાઈન્ડ જાવેદના ઘરને તોડી પાડવા પર અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર અરજી મોકલવામાં આવી છે.

પરવીન ફાતિમા કહે છે કે ઘરની માલિકી મારી છે તો તેને કેવી રીતે તોડવામાં આવ્યું
પ્રયાગરાજના અટાલામાં શુક્રવારની નમાજ બાદ હંગામાના મુખ્ય સૂત્રધાર જાવેદ મોહમ્મદ ઉર્ફે જાવેદ પંપના ઘરને તોડી પાડવાના વિરોધમાં અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને એક પત્ર અરજી મોકલવામાં આવી છે.

હાઈકોર્ટના છ વકીલો દ્વારા ચીફ જસ્ટિસ રાજેશ બિંદલને મોકલવામાં આવેલી પત્ર અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કાર્યવાહીમાં જાવેદ મોહમ્મદની પત્ની પરવીન ફાતિમાનું ઘર ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યું છે.

કહેવાય છે કે આ ઘર જાવેદના નામે નહીં, પરંતુ તેની પત્ની પરવીન ફાતિમાના નામે છે. પરવીન ફાતિમાને આ ઘર લગ્ન પહેલા તેના પિતા તરફથી ભેટમાં મળ્યું હતું. કાર્યવાહીમાં, જાવેદ મોહમ્મદને માલિકીનું ટાઈટલ ન હોવા છતાં નોટિસ આપવામાં આવી હતી અને તેની પત્નીનું મકાન ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યું હતું. પત્ર અરજીમાં પીડીએની કાર્યવાહી ખોટી હોવાનું જણાવી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આ સાથે ગેરકાયદેસર ડિમોલિશનનું વળતર મેળવવા અને દોષિત અધિકારીઓને સજા કરવાની માંગણી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(11:50 am IST)