Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

યુપીમાં બપોરથી સાંજ સુધી તાપમાન ૪૦થી ઉપર

નોઇડા,તા. ૧૩ : ઉત્તરપ્રદેશમાં બફારા સાથેની ગરમીથી લોકોને રાહત નથી મળી રહી. તાપમાનનો પારો સતત ૪૦ ઉપર રહે છે. ગરમીની પરિસ્થિતી એવી છે કે સવારે ૧૧ વાગ્યાથી પારો ૪૦ ની ઉપર જતો રહે છે. જે સાંજે પાંચ વાગ્યા પછી પણ ૪૧ની ઉપર નોંધાય છે. રવિવારે દિવસનું ઉષ્ણતામાન ૪૩.૨ ડિગ્રી સે. નોંધાયું જે સામાન્ય કરતા ૪.૩ ડિગ્રી વધારે હતું. રવિવારે બપોરે અઢી વાગ્યે ૪૨.૪ ડિગ્રી સે. તાપમાન જોવા મળ્યુ હતું.

(3:30 pm IST)