Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ચીનમાં ફરી કોરોના વકર્યોઃ બીજીંગમાં લાખોના ટેસ્‍ટ કરાયાઃ હજારો લોકો કોરન્‍ટાઇન

બીજીંગ તા. ૧૩: ચીનની રાજધાની બીજીંગમાં ફરી કોરોના વકર્યો છે. બીજીંગમાં કોરોનાને રોકવા થોડા દિવસ દરમિયાન લાખો લોકોના ફરજીયાત ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. આટલી મોટી સંખ્‍યામાં ટેસ્‍ટ કોરોનાની ભયાવહતા દર્શાવે છે.
ચીનમાં કોરોના પ્રતિબંધમાં છુટછાટ આપ્‍યા બાદ સુપર માર્કેટમાં એક સામટા ર૦૦ કેસ નોંધાતા ફફડાટ વ્‍યાપી ગયો હતો. લાખોની સંખ્‍યામાં ટેસ્‍ટ થયા બાદ હજારો લોકોને કોરન્‍ટાઇન પણ કરવામાં આવ્‍યા હોવાનું આંતરરાષ્‍ટ્રીય સમાચાર સંસ્‍થાના અહેવાલમાં જણાવાયું હતું.
ચીનમાં કોરોનાના ફુફાડાથી ડરનો માહોલ ફરી ઉભો થવા પામ્‍યો છે. ડ્રેગનની શુન્‍ય કોવીડ નીતિ ઉપર લાખોની સંખ્‍યામાં ટેસ્‍ટ અને હજારો લોકોના કોરન્‍ટાઇન કરવાથી સવાલો ઉભા થવા લાગ્‍યા છે.

 

(3:50 pm IST)