Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ઓનલાઈન જુગાર-સટ્ટાની જાહેર ખબર બંધ કરવા સલાહ

સટ્ટાકીય પ્રવૃત્તી પર અંકુશ માટે સરકારના પ્રયાસ : એક એડવાઈઝરી ઈશ્યુ કરીને I&B વિભાગે પ્રિન્ટ, ટેલિવિઝન અને ડિજિટલ મીડિયાને સલાહ આપી

નવી દિલ્હી, તા.૧૩ : રોજબરોજ વધી રહેલ ઓનલાઈન જુગાર અથવા સટ્ટાકીય પ્રવૃતિઓ પર અંકુશ લગાવવા માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. ગત સપ્તાહે જ ઓનલાઈન સટ્ટા અને જુગાર પર પ્રતિબંધ લાદવા અથવા તેના પર અંકુશ કઈ રીતે મેળવવો તેના માટે એક કમિટીની રચના કરી હતી અને આજે સોમવારે કેન્દ્ર સરકારે ઓનલાઈન જુગાર-સટ્ટાની જાહેર ખબર બંધ કરવા પ્રિન્ટ-ટેલિવિઝન અને ડિજિટલ મીડિયાને સલાહ આપી છે.

એક એડવાઈઝરી ઈશ્યુ કરીને ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ વિભાગે સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને ઓનલાઈન, ડિજિટલ કે પ્રિન્ટ મીડિયાને આ પ્રકારની ઓનલાઈન સટ્ટાકીય પ્રવૃતિઓ કે ઓનલાઈન સટ્ટાની જાહેર ખબરો ન દર્શાવવા સલાહ આપી છે.

આજના યુવાઓ, બાળકો કે સામાન્ય જનતાને આ ઓનલાઈન જુગારની લત ન લાગે અને તેમના સામાજિક-આર્થિક જોખમોને ધ્યાનમાં લેવા જણાવાયું છે.

 

(8:07 pm IST)