Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

આવતા મહિનેથી દરરોજ ૮૦-૯૦ લાખ ડોઝ આપવા પ્લાનીંગ અપાશે

રસીકરણની સ્પીડ વધવાની શકયતાઃ કેન્દ્ર સરકારે વર્ષના અંત સુધી તમામ વયસ્કોને રસી લગાવવાનું લક્ષ્ય રાખ્યું: જુલાઈમાં રસીના ૧૨ કરોડ ડોઝ ઉપલબ્ધ થશે

નવી દિલ્હી, તા.૧૩: દેશમાં આવતા મહિને રસીકરણની સ્પીડ વધવાની શકયતા છે. હકિકતમાં કેન્દ્ર સરકારે વર્ષના અંત સુધી તમામ વયસ્કોને રસી લગાવવાનું લક્ષ્ય રાખ્યું છે. પરંતુ અત્યાર સુધી રસીની અછત બનેલી છે. પરંતુ આવતા મહિનેથી દેશમાં નિર્મિત સ્પૂતનિક વી ઉપરાંત બાયોલોજિકલ ઈ ઔ ઝાયડસ કેડિલાની રસી પણ મળવાની શકયતા છે. આનાથી પ્રતિદિન ૮૦-૯૦ લાખ રસી લાગવાની શરુ થઈ જશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે જુલાઈમાં રસીના ૧૨ કરોડ ડોઝ ઉપલબ્ધ થશે. આ ડોઝ કોવિશીલ્ડ તથા કોવૈકસીનની છે. ઓગસ્ટ સપ્ટેમ્બરથી આના ઉત્પાદનમાં થોડો વધારો થયો છે. ઝાયડસ કેડિલાની રસી તૈયાર છે તથા મંજૂરીની પ્રક્રિયામાં છે. આ સાથે બાયોલોજીકલ ઈની રસીના પરિક્ષણ પણ લગભગ પુરા થઈ ચૂકયા છે તથા ઓગસ્ટમાં આની આપૂર્તિ શરુ થવાની શકયતા છે. કેડિલાના શરુઆતના ઉત્પાદન પ્રતિમાહ ૧-૨ કરોડ તથા બાયોલોજિકલ ઈનું ૪-૫ કરોડની સંભાવના છે.

આ દરમિયાન સ્પૂતનિક રસીનું હિમાચલમાં ઉત્પાદન શરુ થઈ જશે. જયારે આનો ડોઝ રશિયાથી આયાત થઈને પણ આવી રહ્યા છે. બીજી, મોર્ડના તથા સિપ્લાની વચ્ચે રસીની ખરીદીને લઈને વાતચીત અંતિમ ચરણમાં છે. આવતા મહિનાથી મોર્ડનાની રસીની પણ આયાત થઈ શકે છે. ફાઈઝર સાથે સરકારની વાત અંતિમ ચરણમાં છે.  એક બે મહિનાની અંદર આપૂર્તિ શકય છે. મંત્રાલય અનુસાર ઓગસ્ટની રસીની ઉપલબ્ધતા વધતી શરુ થશે અને સપ્ટેમ્બર- ઓકટોબરમાં રોજ એક કરોડ સુધી રસી લગાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.

ડિસેમ્બર સુધી વયસ્ક વસ્તીને રસી લગાવવા માટે લગભગ ૧૮૮ કરોડ ડોઝની જરુર રહેશે. કેમ કે વયસ્ત વસ્તી ૯૪ કરોડ છે. તેમાથી અત્યાર સુધીમાં ૩૮ કરોડ ડોઝ અપાઈ ચૂકયા છે. હાલની ૧૨ કરોડની સ્પીડથી આવનારા ૬ મહિનામાં ૭૨ કરોડ ડોઝ અપાઈ ચૂકયા છે. આ પ્રકારે હાજર ઉપલબ્ધતાથી ૭૮ કરોડ ડોઝ ઓછા પડ્યા. પરંતુ નવી રસીના આવવાથી સપ્ટેમ્બરથી રોજની ૮૦-૯૦ લાખ રસી ઉપલબ્ધ થશે. આ પ્રકારે આ લક્ષ્ય મેળવી શકાય છે. ઉલ્લેખનીય છે કે વયસ્કોની વસ્તીના ૮૦ ટકાને બન્ને ડોઝ લાગી શકે છે. આ ૧૦૦ ટકા વસ્તીનું લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે. જો કે હર્ડ ઈમ્યૂનિટી માટે ૭૦ ટકા રસીકરણ પર્યાપ્ત છે.

(10:13 am IST)