Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

NASAની ચેતવણી

૯ વર્ષ બાદ ચંદ્ર બદલશે પોતાની જગ્યા અને દુનિયા આખીમાં આવશે ભયંકર પૂર

ન્યૂયોર્ક તા. ૧૩ : દુનિયા આખીમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. ચક્રવાતી વાવાઝોડાની સંખ્યા અને ગંભીરતા વધી ગઈ છે. અમેરિકામાં તો તાજેતરમાં જ અનેકવાર ચક્રવાતી વાવાઝોડું આવ્યું છે. દરિયાઈ જળસ્તર અને હાઈ ટાઈડનું વધવું ચંદ્ર સાથે જોડાયેલું છે, પરંતુ વૈજ્ઞાનિકોએ હવે એ ખુલાસો કર્યો છે કે ચંદ્ર થોડોક ડગમગ્યો તો આખી દુનિયામાં ભયંકર પૂર આવી શકે છે. હાઈ ટાઈડના કારણે આવનારા પૂરને ન્યૂસેંસ ફલડ કહેવામાં આવે છે.

આવા સમયમાં દરિયાના મોજાઓ પોતાની સરેરાશ ઊંચાઈથી ૨ ફૂટ વધારે ઊંચા ઉછળી શકે છે. સ્ટોર્મ ડ્રેનમાં પાણી ભરાઈ જાય છે. શહેરોમાં પાણી ભરાવા લાગે છે. આના કારણે શહેરોની હાલત ખરાબ થઈ જાય છે. નેશનલ ઓશિએનિક એન્ડ એડમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) પ્રમાણે અમેરિકામાં હાઈ ટાઇડના કારણે વર્ષ ૨૦૧૯માં ૬૦૦ પૂર આવ્યા, પરંતુ હવે NASAની એક નવી સ્ટડી પ્રમાણે વર્ષ ૨૦૩૦ સુધી અમેરિકા સહિત દુનિયાભરમાં અનેક જગ્યાઓ પર ન્યુસેન્સ ફલડની માત્રા વધી જશે.

હાઈ ટાઇડના સમયમાં આવનારા મોજાની ઊંચાઈ લગભગ ૩થી ૪ ઘણી વધારે થઈ જશે. નાસાની આ સ્ટડી ગત મહિને નેચર કલાઇમેટ ચેન્જમાં પ્રકાશિત થઈ છે, પરંતુ નાસાએ હવે એ ચેતવણી આપી છે કે ન્યુસેન્સ ફલડ વર્ષ ૨૦૩૦ સુધી ઘણા વધારે વધી જશે. આ વર્ષમાં એક અથવા બેવાર નહીં આવે. આ પછી દર મહિને આવશે, કેમેક જયારે પણ ચંદ્રની ઓર્બિટમાં હળવા પણ બદલાવ આવશે તો આ વધારે નુકસાનકારક થઈ જશે. દરિયાઈ વિસ્તારોમાં આ પૂર દર મહિને બે-ત્રણવાર આવશે.

જેમ-જેમ ચંદ્રની સ્થિતિ બદલાતી જશે તેમ-તેમ દરિયાઈ વિસ્તારો પર આવનારા ન્યસેન્સ ફલડ ત્યાં રહેનારાઓના સમુદાય માટે ખતરનાક હશે. આનાથી બચવા માટે દુનિયાભરની સરકારોએ યોજનાઓ બનાવવી પડશે. યુનિવર્સિટી આઙ્ખફ હવાઈના આસિસટન્ટ પ્રોફેસર ફિલ થોમ્પસને એક નિવેદનમાં કહ્યું કે, આ લાંબા સમય સુધી બદલાઈ રહેલા જળવાયુ પરિવર્તનના કારણે હશે, કેમકે આના કારણે ધરતી પર મુશ્કેલી આવશે.

(10:15 am IST)