Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

પાકિસ્‍તાનમાં સાત મહિલા ડોક્‍ટર સર્જન બનતા કટ્ટરપંથીઓ ભડક્‍યા

કેટલાકે લખ્‍યું કે ડો. ઇકબાલે તેમને બુરખો પહેરવાનું કેમ ન શીખવાડયું? અન્‍યએ લખ્‍યું કે તેમને મા-બહેન જ રહેવા દો

નવી દિલ્‍હી,તા.૧૩: ડોક્‍ટર જાવેદ ઇકબાલ પાકિસ્‍તાનના નામાંકિત સર્જન છે. તેમણે એક ટ્‍વિટમાં સાત મહિલા સ્‍ટુડન્‍ટ્‍સના ફોટાની સાથે ટ્‍વિટ કર્યુ છે કે તે આ તમામને પોતાના યુનિટમાં સર્જરીની ટ્રેનિંગ આપી રહ્યાં છે. તેમની આ ટ્‍વિટ પછી અનેક યુઝર્સે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું અને લખ્‍યું હતું કે તેઓ મહિલાઓને ભ્રષ્ટ બનાવી રહ્યાં છે.

ડો. ઇકબાલે સાત વિદ્યાિર્થનીઓ સાથેના ફોટો સાથે લખ્‍યું હતું કે કોણ કહે છે કે સર્જરીનું કાર્ય મહિલાઓ કરી શકતી નથી. આ સાતેય મહિલાઓ સર્જન છે. હું આભારી છું કે મન તેમને ટ્રેઇનિંગ આપવાની તક મળી. મોટા ભાગના યુઝર્સે તેમના આ કાર્યની પ્રશંસા કરી હતી જયારે કેટલાક કટ્ટરપંથીઓએ લખ્‍યું હતું કે તેમને મા બહેન જ રહેવા  દો. તેમને સર્જન ન બનાવો.

એક કટ્ટરપંથી યુઝરે લખ્‍યું હતું કે મહિલાઓને ગેરમાર્ગે ન દોરો. તેમને સારી પત્‍ની અને સારી માતાવાળા જીવનનું નાશ ન કરો. શા માટે તેમના પર વધુ બોજ નાખી રહ્યાં છો. મહિલાઓએ તબીબી ક્ષેત્રમાં વધુ આરામવાળા અને વધુ વળતરવાળા ફિલ્‍ડની પસંદગી કરવાની હતી.  એક અન્‍ય યુઝરે લખ્‍યું હતું કે સારૂં થયું હોત કે ડો. ઇકબાલે આ મહિલાઓને બુરખો પહેરવાનું શીખવાડયું હોત.

યુઝરોની આ ટિપ્‍પણીથી પુરવાર થાય છે કે પાકિસ્‍તાનમાં શિક્ષિત મહિલાઓ અને ખાસ કરીને મહિલા ડોકટરોને કેવી કેવી સમસ્‍યાનો સામનો કરવો પડે છે. એક મહિલા ડોક્‍ટરે આ ટ્‍વિટના સંદર્ભમાં જણાવ્‍યું હતું કે મારે સર્જરીનું ફિલ્‍ડ છોડવું પડયું કારણકે સાથી પુરૂષ ડોક્‍ટરો મારૂ મનોબળ તોડતા હતાં.

(10:19 am IST)