Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

આ છે આજના જમાનાનો ‘કુંભકર્ણ' : વર્ષમાં ૩૦૦ દિવસ ઉંઘે છે

નહાવાનું અને ખાવાનું પણ ઉંઘમાં જ કરે છે : એક વાર સૂઇ જાય, ત્‍યારબાદ તે ૨૫ દિવસ સુધી ઉઠતા નથી

નાગૌર (રાજસ્‍થાન),તા.૧૩: પヘમિી રાજસ્‍થાનના જોધપુર સંભાગ સ્‍થિત નાગૌર જિલ્લામાં એક એવો વ્‍યક્‍તિ છે જે વર્ષમાં ૩૦૦ દિવસ ઊંઘે છે. તે નહાવાનું અને ખાવાનું પણ ઊંઘમાં જ કરે છે. તમને આ વાત સાંભળીને અજીબ લાગતી હશે પણ આ હકીકત છે. ૪૨ વર્ષીય પુરખારામ એક અજીબ બીમારીથી પીડાઈ રહ્યા છે. ડાઙ્ઘકટરો અનુસાર આ એક એક્‍સિસ હાયપરસોમ્‍નિયાનો કેસ છે. આ બીમારી ખૂબ જ ઓછા લોકોમાં જોવા મળે છે. આ એક મનોવૈજ્ઞાનિક બીમારી છે. પુરખારામ એકવાર સૂઈ જાય, ત્‍યારબાદ તે ૨૫ દિવસ સુધી ઊઠતા નથી. આ બીમારીની શરૂઆત ૨૩ વર્ષ પહેલા થઈ હતી. આ બીમારીથી પીડિત પુરખારામને ગ્રામજનો કુંભકર્ણ કહે છે.

જાણકારી અનુસાર આ મામલો નાગૌર જિલ્લાના પરબતસર ઉપખંડના ભાદવા ગામ સાથે જોડાયેલ છે. પુરખારામને કરિયાણાની દુકાન છે. તેઓ મહિનામાં માત્ર ૫ દિવસ દુકાન ખોલી શકે છે. નિષ્‍ણાંતો અનુસાર પુરખારામને એક્‍સિસ હાયપરસોમ્‍નિયા નામની બીમારી છે. પુરખારામના પરિવારજનો અનુસાર એક વાર ઊંઘ્‍યા બાદ તે ૨૦-૨૫ દિવસો સુધી ઊઠતા નથી. બીમારીની શરૂઆતમાં પુરખારામ ૫થી ૭ દિવસ સુધી ઊંઘતા હતા, પરંતુ તેમને ઊઠાડવામાં ખૂબ જ મહેનત કરવી પડતી હતી.

આ સમસ્‍યાથી પરિવારજનો પુરખારામને ડોકટર પાસે લઈ ગયા, પરંતુ તેમની બીમારી વિશે ખબર પડી નહીં. ધીરે ધીરે પુરખારામના ઊંઘવાનો સમય વધી ગયો. આ સમસ્‍યામાં વધારો થતા પુરખારામ ૨૫ દિવસ સુધી ઊંઘ્‍યા કરે છે. ડોકટર આ બીમારીને ખૂબ જ દુર્લભ ગણાવે છે. આ બીમારીમાં વ્‍યક્‍તિ ઊંઘ્‍યા કરે છે. રવિવારે પુરખારામ ૧૨ દિવસની ઊંઘ કરીને ઊઠ્‍યા છે. ઊંઘ પૂરી થતા પુરખારામે દુકાન ખોલી છે. તેમની પત્‍ની લિછમી દેવીએ ખૂબ જ મહેનતથી તેમને ઊંઘમાંથી ઉઠાડ્‍યા છે. પુરખારામ જણાવે છે કે તેમને કોઈ સમસ્‍યા નથી તેમને માત્ર ઊંઘ આવે છે. તેઓ ઊઠવા ઈચ્‍છે છે પરંતુ તેમનું શરીર તેમનો સાથ આપતું નથી. વર્ષ ૨૦૧૫થી તેમની આ સમસ્‍યામાં વધારો થયો છે. પહેલા તેમને ૧૮-૧૮ કલાક ઊંઘ આવતી હતી, ધીરે ધીરે તેમનો ઊંઘવાનો સમય વધતો ગયો. ક્‍યારેક ક્‍યારેક તેઓ ૨૦-૨૫ દિવસ સુધી ઊંઘ્‍યા કરે છે. પુરખારામ આ બીમારીનો ઈલાજ કરાવીને થાકી ગયા છે. હવે બધુ જ રામભરોસે છે. પુરખારામે જણાવ્‍યું કે તેઓ ભૂખ્‍યા રહે છે તો તેમને ઊંઘ આવતી નથી.

પુરખારામે જણાવ્‍યું કે તેમને વધુ ઊંઘ આવશે તેવી તેમને પહેલાથી જ ખબર પડી જાય છે. એક દિવસ પહેલા તેમને માથુ દુખવા લાગે છે. ઊંઘ્‍યા બાદ તેઓ ઊઠી શકતા નથી. પરિવારજનો તેમને ઊંઘમાં જ જમાડે છે. પુરખારામની બીમારીનો ઈલાજ થઈ શક્‍યો નથી. તેમની માતા કંવરી દેવી અને પત્‍ની લિછમી દેવીને આશા છે કે બધું જ જલ્‍દી સારું થઈ જશે અને પુરખારામ સામાન્‍ય જીવન જીવવા લાગશે.

આ બીમારી વિશે ફિઝિશિયન ડોકટર બી.આર. જાંગિડે જણાવ્‍યું કે આ એક હાયપરસોમ્‍નિયાનો કેસ છે. આ બીમારી ખૂબ જ ઓછા લોકોમાં જોવા મળે છે. આ એક મનોવૈજ્ઞાનિક બીમારી છે. જૂનું ટ્‍યૂમર કે માથાની ઈજાને કારણે આ પ્રકારની બીમારી થઈ શકે છે. આવી બીમારી મેડિકલ સાયન્‍સમાં જોવા મળી છે તો તે મનોવૈજ્ઞાનિક જ જોવા મળી છે. આ બીમારીનું રોલઆઉટ બનાવીને તેનો ડાયગ્નોસિસ કરીને ઈલાજ કરી શકાય છે.

(10:27 am IST)