Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

જોન્સન એન્ડ જોન્સનની કોરોના વેકસીનથી લકવા થવાનો ખતરોઃ FDA દ્વારા ચેતવણી

FDA ના આધારે Guillain–Barré syndrome ત્યારે થાયછે જયારે ઈમ્યૂન સિસ્ટમ નર્વ સેલ્સને નુકસાન કરે છેઃ તેનાથી માંસપેશીમાં નબળાઈ આવે છે અને કયારેક લકવો પણ થાય છે

નવી દિલ્હી, તા.૧૩: અમેરિકામાં જોનસન  એન્ડ જોનસનની વેકિસનને લઈને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (FDA) ચેતવણી જાહેર કરી છે, સંસ્થાએ કહ્યું છે કે આ વેકિસનથી દુર્લભ ન્યૂરોલોજીકલ સ્થિતિ ગુલિયન બેરી સિન્ડ્રોમનો ખતરો ઘણે અંશે વધી શકે છે. FDAના ચેતવણી બાદ વેકિસનને મોટો ઝટકો લાગ્યો છે. આ પહેલી વાર નથી કે જોનસનની વેકિસન પર સવાલ થઈ રહ્યા છે. આ પહેલા પણ લોહીના ગટ્ઠા જામવાની ફરિયાદ સામે આવી ચૂકી છે. 

એક રિપોર્ટમાં જાણકારોનું કહેવું છે કે આ પ્રકારની સ્થિતિ વિકસિત થવાની શકયતા ઓછી છે અમેરિકાની સામાન્ય લોકોની તુલનામાં જોનસન એન્ડ જોનસનની વેકિસન લેનારા લોકોમાં આ સંભાવના ૩-૫ ગણી વધારે જોવા મળે છે. અધિકારીઓએ કંપનીના વેકિસન લેનારા લોકોમાં ગુલિયન બેરી સિન્ડ્રોમના ૧૦૦ કેસ મળ્યા હોવાનું જણાવ્યું છે. 

તેનું કહેવું છે કે તેમાંથી ૯૫ ટકા કેસને ગંભીર માનવામાં આવી રહ્યા છે. તેમને એડમિટ થવાની જરૂર રહે છે. અમેરિકામાં વેકિસન મેળવી ચૂકેલા લોકો લગભગ ૧.૨૮ કરોડ એટલે કે ૮ ટકા આબાદીને જોનસન એન્ડ જોનસનની વેકિસન આપવામાં આવી છે. આ સિવાય ૧૪.૬ કરોડ લોકોનું વેકિસનેશન ફાઈઝર અને મોર્ડનાની વેકિસનથી થયું છે. 

FDAના આધારે Guillain–Barré syndrome ત્યારે થાય છે જયારે ઈમ્યુન સિસ્ટમ નર્વ સેલ્સને નુકસાન કરે છે. તેનાથી માંસપેશીમાં નબળાઈ આવે છે અને સાથે કયારેક લકવાની સ્થિતિ પણ બની જાય છે. અમેરિકામાં ૧૦ લાખમાંથી ૧૦ લોકોમાં આ સમસ્યા જોવા મળી રહી છે. આ  લોકો ગંભીર લક્ષણોનો સામનો કરી રહ્યા છે અને સાથે આ મુશ્કેલીથી બહાર આવી રહ્યા છે. આ પહેલા એપ્રિલમાં પ્લેટલેટ્સની સાથે લોહીના ગટ્ઠા જામવાની સમસ્યા સામે આવી હતી અને તેને લઈને પણ ચેતવણી આપવામાં આવી હતી.

(11:28 am IST)