Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

એવું લાગ્યુ કે એક જ પળમાં બધુ તબાહ થઇ ગયું : આંખોની સામે જ ઘર વહી ગયા : પ્રવાસીઓ હોટલ છોડી ભાગ્યા

ધર્મશાલા પુર : લોકોએ જણાવી તબાહીની આપવીતી

ધર્મશાલા,તા. ૧૩ : છેલ્લા એક મહિનાથી હિમાચલના ધર્મશાલા ખાતે સહેલાણીઓથી ભરાયેલુ છે. ગઇ કાલે સવારે લગભગ ૭:૩૦ વાગ્યે અચાનક આવેલ તબાહી બાદ શહેર ખાલી થઇ ગયું.

ભાગસુનાગમાં સવારે ૭:૩૦ કલાકે નાળામાં અચાનક પાણીનો જોરદાર પ્રવાહ આવતા વાતાવરણ ચીખોથી છવાય ગયેલ. ચોકમાં ગાડીઓમાં રહેલા ગાડીઓ તણખલાની જેમ તણાઇ ગયેલ. જોતજોતામાં ચોક નાલામાં તબદીલ થઇ ગયેલ.

હોટલોમાં કર્મચારીઓ-સહેલાણીઓ ભાગવા લાગેલ. જલંધરના રહેવાસી હોશિયારસિંહે જણાવેલ કે તબાહીનું દ્રશ્ય અત્યંત ખોફનાખ હતું. ભાગસુનાગમાં આવેલ પુરથી અમારી ગાડીમાં પણ નુકશાન થયેલ. પરિવાર ખૂબ જ પરેશાન છે. જ્યારે દિલ્હીના વિકાસ કુમારે જણાવેલ કે સવારે ૭:૩૦ વાગ્યે એવું લાગ્યું કે એક જ પળમાં બધુ ખતમ થઇ જશે. અને જીવ બચાવીને હોટલથી ભાગ્યા હતા.

હોટલ કર્મચારી રોહીતે જણાવેલ કે પાણી હોટલમાં ઘુસી ગયેલ અમે રૂમમાં પુરાઇ ગયેલ. એવું લાગે કે હમણા હોટલ જ તુટી જશે પણ સદનશીબે અમે બચી ગયા. ધર્મશાલા હોટલ એસોસીએશનના અધ્યક્ષ અશ્વની બાંબાએ જણાવેલ કે ધર્મકોટમાં નાલુ બાધીલ થતા બધુ પાણી રસ્તા ઉપર આવી ગયેલ અને તબાહી મચેલ. ચૈતક ગામમાં બે દુકાનો અને એક મકાન તણાઇ ગયેલ.

બગલી પંચાગતના પ્રધાન શાલીની દેવીએ જણાવેલ કે સવારે ૮ વાગ્યે મકાન તણાઇ ગયેલ જ્યારે સ્થાનીક ચતરસિંહ કહેલ કે જોતજોતામાં અમારૂ અડધુ મકાન પાણીના જોરદાર પ્રવાહમાં વહી ગયેલ. મુશ્કેલીથી પરિવારને બચાવેલ. અન્ય સ્થાનીક ડો.સુનીલ ગર્ગ જણાવેલ કે હજી થોડા દિવસ પહેલા જ કલીનીક શરૂ કરેલ પણ પુર કલીનીકને તાણીને લઇ ગયું

(1:04 pm IST)