Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

લોકસભાના ર૩ અને રાજયસભાના ૬ સભ્યોએ વેકસીનનો એક પણ ડોઝ નથી લીધો

૧૯ મીથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવાનું છે ત્યારે

૧૯ જુલાઇથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઇ રહ્યું છે ત્યારે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આજે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ ૩ર૩ સંસદસભ્યોએ કોરોના વાઇરસ સામેની વેકસીનના બન્ને ડોઝ લઇ લીધા છે. ઓમ બિરલાએ કહ્યું હતું કે કોઇ કારણસર ર૩ સંસદ સભ્યોએ હજી વેકસીનનો એક પણ ડોઝ નથી લીધો. રાજયસભાના રપ૦ સભ્યોએ વેકસીનના બન્ને ડોઝ લીધા છે, ૧૬ સભ્યોએ પહેલો ડોઝ લીધો છે અને ૬ સભ્યોએ એકપણ ડોઝ નથી લઇ શકયા. સંસદનું ચોમાસુ સત્ર ૧૩ ઓગસ્ટ સુધી ચાલવાનું છે અને એમાં કામકાજના દિવસો ૧૯ રહેવાના છે.

(1:07 pm IST)