Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

માસ્ક નહી... સોશ્યલ ડિસ્ટન્સિંગ નહી... બ્રિટનમાં ૧૯ જુલાઇથી કોરોના થશે ગાયબ ?

વડાપ્રધાન બોરિસ જોનસનની જાહેરાત : ૧૯ જુલાઇએ દરેક પ્રતિબંધો હટાવાશે

નવી દિલ્હી તા. ૧૩ : બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને પુષ્ટિ કરી કે ઈંગ્લેન્ડમાં કોરોના સાથે જોડાયેલા દરેક પ્રતિબંધ ૧૯ જુલાઈએ ખત્મ થઇ જશે. એનએચકે વર્લ્ડની રિપોર્ટ મુજબ, જોનસનના સંવાદદાતાઓએ કહ્યું કે તેના હેઠળ સાર્વજનિક સ્થાનો પર માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટનસિંગના નિયમોનું પાલન કરવું હવે જરૂરી રહશે નહીં.

જોનસને કહ્યું કે કોરોનાની રસીના ગંભીર લક્ષણો વિકસિત કરવાથી રોકવામાં મદદ કરી રહ્યા છે. રીપોર્ટ મુજબ, તેઓએ જોર આપીને કહ્યું કે હોસ્પિટલમાં ભરતી થવા અને મોતના આંકડામાં વધારો ચાલુ રહી શકે છે. પરંતુ ગયા વર્ષની સરખામણીમાં ઓછો હશે. એવામાં માસ્ક પહેરવું, સોશ્યિલ ડિસટેનસિંગના નિયમોનું પાલન કરવું હવે જરૂરી રહેશે નહીં.

સાથે જ જોનસનના લોકોને સાવધાની દાખવવા અને વ્યકિતગત જવાબદારીની સાથે કામ કરવાનો આગ્રહ કરીને કહ્યું કે આ મહામારી ખત્મ નથી થઇ. તેઓએ કહ્યું, અમે ૧૯ જુલાઈથી પાછા કોરોના વગરની લાઈફમાં પાછા ફરી શકીએ નહીં. અધિકારીઓએ કહ્યું કે સરકાર આશા રાખે છે કે લોકો ભીડવાળા વિસ્તારોમાં ઇન્ડોર ક્ષેત્રમાં ફેસ કવરિંગ પહેરે. રિપોર્ટ મુજબ, સરકારના આ નિર્ણય વચ્છસ કેટલાક વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે જયારે વાયરસ ફેલાયેલો રહ્યો તો પ્રતિબંધોને હટાવવું જોખમભર્યું હશે. ઉલ્લખેનીય છે કે ડેલ્ટા વેરિએન્ટના પ્રકાર વચ્ચે બ્રિટેનમાં હાલના દિવસોમાં રોજના કેસો ૩૦ હજારની ઉપર જોવા મળ્યા છે.

(1:08 pm IST)