Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ટ્વીટરે ફરી વિવાદ છેડ્યો

નવા આઇટી રાજયમંત્રી રાજીવના ટ્વીટરમાંથી બ્લુટીક હટાવ્યું

નવી દિલ્હી, તા. ૧૩ :  ટ્વીટરની મનમાની ચાલુ જ છે. નવા આઇટી રાજયમંત્રી રાજીવ ચંદ્રશેખરના ટ્વીટર એકાઉન્ટથી ગઇકાલે બ્લુટીક હટાવામાં આવેલ. જો કે વિવાદ થતા થોડા સમય બાદ તેને ફરી બહાલ કરાયેલ.

ટ્વીટરે, પોતાની પોલીસીનો હવાલો આપી છેડો ફાડી લીધો હતો. જણાવેલ કે સંભવત : ચંદ્રશેખર તરફથી યુઝરનેમ બદલવાથી આવુ થયેલ. તેમનું ટ્વીટર હેન્ડલ પહેલા રાજીવ એમપીના નામે હતુ પણ હવે તેમને રાજીવ જીઓઆઇ કર્યુ છે. ટ્વીટર ઇન્ડીયા મુજબ કોઇ પોતાનું ટ્વીટર હેન્ડલ બદલે છે તો ટ્વીટર કોઇ એકાઉન્ટથી બ્લુ વેરીફાઇડ બેઝ હટાવી દે છે. એકાઉન્ટ ૬ મહિના સુધી નિષ્ક્રીય રહેતા પણ આવું થઇ શકે છે.

ટ્વીટર અગાઉ પણ પૂર્વમંત્રી પ્રસાદ, સંધ પ્રમુખ ભાગવત સહિત ઘણી હસ્તીઓના એકાઉન્ટીમાંથી બ્લુ ટીક હટાવી ચુકયુ છે. બાદમાં ફરીથી બ્લુ ટીક જોડી દીધેલ.

(1:11 pm IST)