Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

આખરે દિલ્હીમાં પણ ચોમાસાની એન્ટ્રીઃ અનેક વિસ્તારોમાં ભારે વરસાદઃ લોકો ખુશ ખુશાલ

દિલ્હી એનસીઆરમાં સામાન્યથી ૧૬ દિવસ મોડુ બેઠુ ચોમાસુઃ હરીયાણા અને ફરીદાબાદમાં પણ વરસાદઃ આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

નવીદિલ્હીઃ  દિલ્હી- એનસીઆરમાં ચોમાસાએ  દસ્તક દીધી છે, જેના  વરસાદ શરૂ થયો  છે.  આગામી કેટલાક દિવસો સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. ઘણા સમયથી અસહય ગરમી બફારો સહન કરી રહેલા દિલ્હીવાસીઓને રાહત મળી છે. પખવાડિયાથી વધુ સમય સુધી દિલ્હી-એનસીઆરમાં ચાલુ રહેલી ભીષણ ગરમી અને ભેજ વચ્ચે  હવામાનનો મિજાજ અચાનક બદલાઈ ગયો હતો. દિલ્હી અને એનસીઆરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના સમાચાર સાંપડી રહ્યા છે. દિલ્હીના કરોલબાગ, પહરગંજ સહિતના ઘણા વિસ્તારોમાં થોડા સમય માટે મુશળધાર વરસાદ પડ્યો હતો, હરિયાણાના ફરીદાબાદમાં  વરસાદથી ઘણી જગ્યાએ પાણી ભરાયા હતા. વરસાદને કારણે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ટ્રાફીક જામ થઈ ગયો હતો. પીક અવર્સ દરમિયાન મથુરા રોડ પર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો, જ્યારે સરિતા વિહાર, દિલ્હી કેન્ટ, મધ્ય દિલ્હી સહિતના અનેક સ્થળોએ પાણી ભરાવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.

ભારતના હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ-પશ્ચિમ દિલ્હી, દક્ષિણ દિલ્હી (જાફરપુર, દ્વારકા, પાલમ, આયાનગર, દેરામંડી), એનસીઆર (ગુરૂગ્રામ, માનેસર, બલ્લભગ), હરિયાણા (રોહતક, મેહમ, ઝજ્જર, ફરુકનગર, નુહ, સોહના, પલવાલ)  આ ઉપરાંત, યુપીના કાસગંજ અને નજીકના વિસ્તારોમાં દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ રહેશે.

(3:16 pm IST)