Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

કોરોનાથી એક દિવસમાં ૨,૦૨૦ના મોત

૩૧,૪૪૩ નવા કેસઃ ૧૧૮ દિવસ બાદ સૌથી ઓછા

 

નવી દિલ્હી, તા.૧૩: કોરોના વાયરસના કેસોમાં દ્યટાડાથી રાહતના શ્વાસ વચ્ચે એક માઠા સમાચાર મળ્યા છે. મંગળવારે સવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી વધુ ૨,૦૨૦ દર્દીના મોત થયા છે. કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના ડાકલા વાગી રહ્યા છે ત્યારે મૃત્યુના આ આંકડાથી ફફડાટ ફેલાયો છે. અગાઉ કોરોનાના નવા કેસો ૪૦,૦૦૦ ઉપર હતા ત્યારે પણ મોતનો આંકો એક હજાર જેટલો રહેતો હતો. આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે મધ્ય પ્રદેશે પોતાના મૃત્યુના આંકડામાં સુધારો કર્યો હોવાથી એક દિવસના મૃત્યુઆંકમાં ઉછાળો જોવા મળ્યો છે.દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૧,૪૪૩ કેસ સામે આવ્યા છે જે ૧૧૮ દિવસ પછી સૌથી ઓછા છે. બીજીતરફ આ જ ગાળામાં ૪૯,૦૦૭ લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. ૧૦૯ દિવસ પછી અર્થાત ત્રણ મહિના બાદ કોરોનાના સક્રિય કેસો દ્યટીને ૪,૩૧,૩૧૫ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક ૪,૧૦,૭૮૪ થયો છે.

કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓની ટકાવારી કુલ કેસના ૧.૪૦ ટકા છે. બીજીતરફ રિકવરી રેટ ૯૭.૨૮ ટકા નોંધાયો છે. સોમવારે કુલ ૧૭,૪૦,૩૨૫ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું જે પૈકી ૩૨ હજાર જેટલા કેસ સામે આવ્યા છે જે રાહતની વાત છે.કેન્દ્ર દ્વારા રસીકરણ પર ભાર આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૩૭,૭૩,૫૨,૫૦૧ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દૈનિક પોઝિટિવિટી રેટ દ્યટીને ૧.૮૧ ટકા થયો છે જે સતત ૨૨જ્રાક્નત્ન દિવસે ત્રણ ટકાથી ઓછો રહ્યો છે. આ ઉપરાંત સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પણ ૨.૨૮ ટકા નોંધાયો છે.

(3:18 pm IST)