Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

કોરોનામાં બે અલગ-અલગ બ્રાન્ડની વેકિસન લેવી ખતરનાક સાબિત થઇ શકે : ડબલ્યુએચઓની ચેતવણી

ત્રીજી લહેરને લઇને કેન્દ્ર અને રાજ્ય સરકારને ચેતવણી આપી

નવી દિલ્હી,તા. ૧૩: કોરોનાની વેકસીનને લઇને કેટલાક એકસપેરિમેન્ટ ચર્ચામાં રહ્યા છે. જેમાંથી એક છે- બે અલગ અલગ બ્રાંડની વેકસીનને મિકસ એન્ડ મેચ કરીને લગાવવુ. હવે WHOએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ છે, તેને આ ટ્રેડને ખતરનાક ગણાવ્યુ છે. બીજી તરફ, ભારતમાં ડોકટરની સૌથી મોટી સંસ્થા WHOએ કોરોનાની ત્રીજી લહેરને લઇને કેન્દ્ર અને રાજય સરકારને ચેતવી છે.

WHOના ચીફ સોમ્યા સ્વામિનાથને ૧૨ જુલાઇએ સ્વિત્ઝરલેન્ડના શહેર જેનેવામાં એક પત્રકાર પરિષદ કરી હતી. સમાચાર એજન્સી રોયટર્સના સમાચાર અનુસાર, આ દરમિયાન તેમણે અલગ અલગ કંપનીઓની કોરોના વેકસીનને મળીને લગાવવા પર વાત કરી છે. બાદમાં ટ્વીટ કરીને પણ આ વિશે કોઇ પણ રીતનો ડેટા ઉપલબ્ધ ના હોવાની વાત કરી છે. સોમ્યા સ્વામિનાથને કહ્યુ કે

આ એક ખતરનાક ટ્રેડ છે. વેકસીનને મિકસ અને મેચ કરીને લેવા મામલે અમારી પાસે કોઇ પણ રીતનો ડેટા ઉપલબ્ધ નથી. આ ઘણી અવ્યવસ્થાની સ્થિતિ હશે કે કોઇ દેશના નાગરિક જ નક્કી કરવા લાગી જશે કે કયારે બીજી, ત્રીજી અને ચોથી ડોઝ લેવાની છે. કોઇ પણ વ્યકિતને વેકસીનના ડોઝને લઇને ખુદ નિર્ણય ના કરવો જોઇએ. આ નિર્ણય ઉપલબ્ધ ડેટાના આધાર પર પબ્લિક હેલ્થ એજન્સીને કરવુ જોઇએ. વેકસીનને મિકસ અને મેચ કરીને લગાવવાને લઇને ડેટાની રાહ જોઇ રહ્યા છીએ. તેની અસર અને સુરક્ષાને પહેલુને સારી રીતે તપાસવુ પડશે.

આ વચ્ચે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરને લઇને એકસપર્ટે ચેતવણી આપી છે. ડોકટરની સંસ્થા WHOએ ચેતવણી આપી છે કે પ્રવાસન સ્થળોને ખોલવા ચિંતાજનક છે. બેદરકારીને કારણે ફરી કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. પ્રવાસન સ્થળો પર જે રીતે ભીડ ઉમટી રહી છે તેને ધ્યાનમાં રાખીને આઇએમએએ કેન્દ્ર અને રાજય સરકારોને પત્ર લખ્યો છે. જેમાં ઓછામાં ઓછા ત્રણ મહિના માટે કોરોના ગાઇડલાઇન્સને કડકાઇથી લાગુ કરવાની અપીલ કરવામાં આવી છે. IMA પ્રેસિડેન્ટ ડોકટર જેએ જયલાલ અને મહાસચિવ ડો. જયેશ લેલેએ પત્રમાં લખ્યુ છે કે, પ્રવાસન, તીર્થ યાત્રા, ધાર્મિક ઉત્સાહ તમામની જરૂર છે પરંતુ વધુ કેટલાક મહિના સુધી રાહ જોઇ શકો છો. દેશ અત્યારે કોવિડ મહામારીની વિનાશકારી બીજી લહેરમાંથી બહાર નીકળી રહ્યુ છે. કોરોના હજુ ખતમ થઇ નથી. વૈશ્વિક પુરાવા અને મહામારીના ઇતિહાસને જોઇએ તો સ્પષ્ટ છે કે ત્રીજી લહેર આવશે અને જલ્દી આવશે. આ દુખદ છે કે જયારે ત્રીજી લહેરની સંભાવના બનેલી છે ત્યારે સરકાર અને જનતા બન્નેને ચિંતા નથી. જગ્યાએ જગ્યાએ ભીડ જોવા મળી રહી છે.

WHOએ એમ પણ કહ્યુ કે પ્રવાસન અને ધાર્મિક તીર્થયાત્રાને ખોલવા અને રસી લગાવ્યા વગર આ સામુહિક સમારંભમાં જવાની પરવાનગી આપવી કોરોના સંક્રમણની ત્રીજી લહેર માટે સંભવિત સુપર સ્પ્રેન્ડર છે, તેને કહ્યુ કે રસી લગાવવાની ગતિને તેજ કરીને અને કોરોના ગાઇડલાઇનનું પાલન કરીને ત્રીજી લહેરના પ્રભાવને ઓછી કરી શકાય છે.

(3:24 pm IST)