Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

બેટલ ગ્રાઉન્ડસ મોબાઇલ ઇન્ડીયા ગેમ થઇ લોન્ચ

નવા નામ અને નવા રૂપમાં આવે છે પબજી

મુંબઇ, તા. ૧૩ : બેટલ ગ્રાઉન્ડસ મોબાઇલ ઇન્ડીયા ગેમ માટેનો યુઝર્સનો ઇંતઝાર હવે પુરો થયો છે. હાલમાં દક્ષિણ કોરીયા વીડીયો ગેમ ડેવલપર કંપની ક્રાફટને બેટલ ગ્રાઉન્ડસ મોબાઇલ ઇન્ડીયા ગેમને ભારતમાં લોંચ કરી છે. તેને ગૂગલ પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. તો જે યુઝર્સે પહેલાથી રજીસ્ટ્રેશન કરાવી રાખ્યું હતુ તેઓ આને પહેલા પણ ડાઉનલોડ કરી શકતા હતા.

જેમણે પહેલાથી આ ગેમ ડાઉનલોડ કરી રાખી હતી તેમણે તેને ફકત અપડેટ કરવાની રહેશે. આ એપ ફકત એન્ડ્રોઇડ સ્માર્ટ ફોન માટે જ છે. એટલે આઇઓએસ ઓપરેટીંગ સીસ્ટમના મોબાઇલ વાળા યુઝર્સે હજુ રાહ જોવી પડશે.

(3:26 pm IST)