Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ઝોમાટો IPO: શેર વધારે પડતો મોંઘો હોવાની ચર્ચા વચ્ચે ગ્રે માર્કેટમાં પ્રિમિયમ ઘટયું

૧૪ જુલાઈથી ખૂલી રહ્યો છે ઈશ્યૂ, પરંતુ તે પહેલા જ ગ્રે માર્કેટમાં પ્રિમિયમ ૨૦ રૂપિયાથી ઘટીને ૧૦ રુપિયા થઈ ગયું : પહેલીવાર દેશમાં કોઈ ફુડ ડિલિવરી કંપનીનો IPO આવી રહ્યો છે, પરંતુ તેના શેર્સ ઓવરવેલ્યૂડ હોવાની ચર્ચાઃ કંપની ૭૨-૭૬ રુપિયાની પ્રાઈસ રેન્જમાં શેર્સ ઓફર કરી રહી છે, ઈશ્યૂ પ્રિમિયમમાં ખૂલવાના ઓછા ચાન્સઃ એકસપર્ટ્સનું માનીએ તો આ IPO ફુલ્લી સબસ્ક્રાઈબ્ડ થાય તેવી શકયતા પણ પ્રમાણમાં ઘણી ઓછી છે

નવી દિલ્હી, તા.૧૩: આ વર્ષના બહુચર્ચિત IPOના એક એવા Zomatoના આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ભારતીય શેરબજારમાં કદાચ ફુડ ડિલિવરી કરતાં કોઈ સ્ટાર્ટઅપનો પહેલીવાર IPO આવી રહ્યો છે. અત્યાર સુધી તો સૌ કોઈ તેને લઈને ઉત્સુક હતા, પરંતુ ઉંચા વેલ્યૂએશનની ચર્ચા વચ્ચે હવે ક્ષ્ંર્ૃીદ્દંના આઈપીઓ ખૂલે તે પહેલા જ ગ્રે માર્કેટમાં તેના ભાવ ઘટ્યા છે.

એક સમયે Zomatoનું ગ્રે માર્કેટમાં ૧૮-૨૦ રુપિયા પ્રિમિયમ ચાલી રહ્યું હતું, જે હવે દ્યટીને ૧૦-૧૦.૫ રુપિયા જેટલું થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, આઈપીઓમાં શેરની કિંમત ૭૨-૭૬ રુપિયા રાખવામાં આવી છે. જોકે, હાલ તો ગ્રે માર્કેટમાં તેના પર ૧૨-૧૫ રુપિયા પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. આ પ્રિમિયમ આઈપીઓ ખૂલે તે પહેલા વધુ દ્યટશે કે કેમ તે અંગે કોઈ ખાતરીપૂર્વક કશુંય કહેવા માટે તૈયાર નથી. કંપની આઈપીઓ દ્વારા પ્રાઈમરી માર્કેટમાંથી ૯,૩૭૫ કરોડ રુપિયા એકત્ર કરવાનો પ્લાન ધરાવે છે.

ગ્રે માર્કેટ સાથે સંકળાયેલા સૂત્રોનું માનીએ તો, આ આઈપીઓ ખૂબ મોટો અને સાથે જ મોંદ્યો પણ છે, જેના કારણે તેને ધાર્યો પ્રતિસાદ મળશે કે કેમ તે એક સવાલ છે. એક સૂત્રએ તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે ઈશ્યૂ ફુલ્લી સબસ્ક્રાઈબ્ડ થશે કે કેમ તે અંગે પણ કંઈ કહી શકાય તેમ નથી. કંપની જેટલા શેર્સ ઓફર કરી રહી છે, તેનું વોલ્યૂમ જોતાં આઈપીઓ ભરનારા તમામ લોકોને શેર લાગશે તે નક્કી મનાઈ રહ્યું છે. જેથી વેલ્યૂ ઈન્વેસ્ટર્સ તેનાથી દૂર રહે તેવા ચાન્સ છે.

ફુડ ડિલિવરી જાયન્ટ એવી Zomatંદ્ગટ આઈપીઓ ૧૪ જુલાઈના રોજ બુધવારે ખૂલી રહ્યો છે. આ આઈપીઓ ૧૬ જુલાઈના રોજ કલોઝ થશે. કંપની ૯ હજાર કરોડની ફ્રેશ ઈકિવટી ઈશ્યૂ કરશે, જેમાં તેમાં સ્ટેક ધરાવતી ઈન્ફો એજના ૩૭૫ કરોડના શેર્સ પણ સામેલ છે. હાલ તો એકસપર્ટ્સ આ સેકટર કેવું પર્ફોમ કરી શકે છે અને તેની નાણાંકીય સ્થિતિ કેવી છે તેનો અભ્યાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, એેમેઝોન પણ આગામી સમયમાં ફુડ ડિલિવરી સેગમેન્ટમાં એન્ટ્રી કરવાનો પ્લાન ધરાવે છે, જેની સીધી અસર Zomatં પર જ પડશે. જેના કારણે તેની નજીકના ભવિષ્યમાં પ્રોફિટેબલ બનવાની ક્ષમતા પર પણ સવાલ ઉભા થાય છે.

Zomatoના વેલ્યૂએશન અંગે અલગ-અલગ મત જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે ટેકનોલોજી પર આધારિત કંપનીનું વેલ્યુએશન અલગ રીતે થવું જોઈએ, તો કેટલાક લોકો એવું માને છે કે કંપનીના હાલના રોકાણકારો તેમની જવાબદારી રિટેલ રોકાણકારો પર નાખી દેવા માટે IPO લાવી રહ્યા છે. ક્ષ્ંર્ૃીદ્દં કદાચ દેશનું પહેલું એવું ટેક સ્ટાર્ટઅપ છે કે જેનો આઈપીઓ આવી રહ્યો છે. હાલ તેમાં ઈન્ફો એજ ૧૮.૫૫ ટકા જેટલો સ્ટેક ધરાવે છે. તેવામાં હવે સવાલ એ છે કે રિટેલ રોકાણકારે તેમાં રોકાણ કરવું જોઈએ કે નહીં?

કેટલા લોટ માટે અપ્લાય કરી શકાશે?

આ IPOમાં તમારે ઓછામાં ઓછા ૧૯૫ શેર્સ એટલે કે ૧ લોટ માટે સબસ્ક્રાઈબ કરવું પડશે. જેના માટે ૧૪,૮૨૦ રુપિયા તમારા ખાતામાંથી બ્લોક થશે. જયારે વધુમાં વધુ તમે ૧૩ લોટ્સ એટલે કે ૨૫૩૫ શેર્સ માટે અપ્લાય કરી શકો છો. જેના માટે તમારે ૧,૯૨,૬૬૦ની મૂડી રોકવી પડશે.

(3:48 pm IST)