Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

પ્રસન્નતા એ જ આત્મા છેઃ પૂ. મોરારીબાપુ

નાથદ્વારામાં આયોજીત 'માનસ તતઃ કિમ' ઓનલાઇન શ્રીરામકથાનો ચોથો દિવસ

રાજકોટ તા. ૧૩ : ''પ્રસન્નતા એ જ આત્મા છે'' કોઇ પણ ઘટના વિશે સતત વિચારવાના બદલે કે ચિંતા કરવાના બદલે તેને ભુલી જવી યોગ્ય છે તેમ નાથદ્વારા ખાતે આયોજીત 'માનસ તતઃ કિમ' ઓનલાઇનથી શ્રીરામકથાના આજે ચોથા દિવસે પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું.

ગઇકાલે પૂ. મોરારીબાપુએ ત્રીજા દિવસે કહ્યું કે, પરાંગ દીક્ષા એટલે ગુરૂ માથા પર હાથ રાખીને, કુંડલિની જાગૃત કરે એ તો કરીજ શકે  પરંતુ ગુરૂ પાસે માગ્યા વગર ગુરૂ પોતાની કંઇક 'યુઝ' કરેલી, ભોગવેલી નહી પણ સેવેલી-વસ્તુ આપી દે એ કાયમ રૂચિ પૂર્ણ હોય છે. આ પરાગ દીક્ષા છે.આનો મતલબ એ નથી કે આપણે માંગવું  જ નહી બાપુએ કહ્યું કે ચાર વ્યકિત કોઇ પણ વાત કહે એને માનવી જ જોઇએ એવું યુવા ભાઇ-બહેનોને કહેવા માંગું છું માતુ, પિતા, પ્રભુ ગુરૂ કે બાની, બિનનહી બિચારી કરિએ..તે પણ આજની બૌધ્ધિક પઢાઇ-ભણતર આપણને તર્ક કરતા શીખરે છે કે મા-બાપ જે કહે તે માની લેવાનું ! થોડી ધીરજ ધરો !! મા-બાપની આજ્ઞા માનીને કંઇક મેળવવાનું છે ! જેણે આપણને જન્મ આપ્યો એ આપણું અશુભ નહી કરે.

પૂમોરારીબાપુએ વધુમાં કહ્યું કે સદ્દગુરૂ સર્વજ્ઞ હોય પણ ખરા પરંતુ સ્વજ્ઞ હોય છે ગુરૂ પોતાને ખુદને જાણે છે ગુરૂ ચંદનના જંગલ જેવો હોય છ ેજે રીતે ચંદનના વૃક્ષોને ટકરાઇને હવા આજુબાજુમં વૃક્ષોને ચંદનની ખુશ્બોથી ભરી દે છે એ જ રીતે ગુરૂ ભૃંગ-ભ્રમરની જેમ, કીટ-ભૃંગ ન્યાય મુજબ, કીટકને દંશ-ડંખ આપે છે. અને દંશ લાગતા જ કીટમાં પાંખ ફુટી જાય છે. ગુરૂ કયારેક ચુટકી લે ત સમજવુ કે હવે ઉડાન ચાલુ થવાની છે પણ આપણે આપણી ફ્રેમમાં ગુરૂને ફિટ કરવા માંગીએ છીએ ! ગુરૂ દુઃખ વાદી નથી હોતો અને સુખનો વિરોધી પણ નથી હોતો અને સમર્થ છે એની વાત માની લ્યો. ગુરૂની વાત માની લ્યો. શરીર સુંદર હોય, રોગગ્રસ્તના હોય, પવિત્ર  લક્ષ્મી હોય, અચલા લક્ષ્મી, ચપલા લક્ષ્મી, નહી, યશની ધજા બધીજ દિશામાં ફરકતી હોય છતા પણ ગુરૂના ચરણમાં મન ન લાગે તો શું ફાયદો ? શું હેતું ? તતઃ કિમ ? સાધુતા સુખ વિરોધી નથી. દુઃખવાદી પણ નથી.

(3:52 pm IST)