Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

નાગરિકોની અસંમતિને ડામવા માટે આતંકવાદ વિરુદ્ધ કાનૂનનો ઉપયોગ ન કરવો જોઈએ : વ્યક્તિનું વાણી સ્વાતંત્ર્ય એક દિવસ માટે પણ છીનવાઈ ન જાય તે જોવાનું કામ કોર્ટનું છે : ભારત તથા અમેરિકા વચ્ચેના કાનૂની સબંધો વિષયક આયોજિત સંમેલનમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડો.ડી.વાય.ચંદ્રચુડનું ઉદબોધન


ન્યુદિલ્હી : ભારત તથા અમેરિકા વચ્ચેના કાનૂની સબંધો વિષયક
આયોજિત સંમેલનમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડો.ડી.વાય.ચંદ્રચુડે ઉદબોધન કરતા જણવ્યું હતું  કે નાગરિકોની અસંમતિને ડામવા માટે આતંકવાદ વિરુદ્ધ કાનૂનનો ઉપયોગ ન કરવો જોઈએ .

તેમણે અર્નબ ગોસ્વામી વિરુદ્ધ રાજ્ય સરકારના ચુકાદાનો ઉલ્લેખ કરતા જણાવ્યું  હતું કે વ્યક્તિનું વાણી સ્વાતંત્ર્ય એક દિવસ માટે પણ છીનવાઈ ન જાય તે જોવાનું કામ કોર્ટનું છે .

સંમેલનનું આયોજન અમેરિકન બાર એશોશિએશન આંતર રાષ્ટ્રીય કાનૂન વિભાગ ,ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્બિટ્રેટર્સ ઇન્ડિયા ,તથા સોસાયટી ઓફ ઇન્ડિયન લો ફર્મ્સના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું .જેમાં ડો.ચંદ્રચુડે જુદા જુદા મુદ્દાઓ ઉપર વક્તવ્ય આપ્યું હતું તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(6:58 pm IST)