Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

નેપાળના નવા વડાપ્રધાન તરીકે શેર બહાદુર દેઉભા નિયુક્ત

નેપાળી કોંગ્રેસ અધ્યક્ષ શેર બહાદુર દેઉબા પાંચમી વખત દેશના વડા પ્રધાન બન્યા

નવી દિલ્હી : પાડોશી દેશ નેપાળમાં શેર બહાદુર દેઉબા દેશના નવા વડા પ્રધાન બન્યા છે. નેપાળી કોંગ્રેસ અધ્યક્ષ શેર બહાદુર દેઉબા પાંચમી વખત દેશના વડા પ્રધાન બન્યા.અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ તેમને બંધારણની કલમ 76 હેઠળ વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. 74 વર્ષીય શેર બહાદુર દેઉબાની નિમણૂક સોમવારે સુપ્રીમ કોર્ટના નિર્ણય સુસંગત થઇ છે. જેણે કેપી શર્મા ઓલીને હટાવતા વડા પ્રધાન પદ માટેના તેમના દાવા પર મહોર લગાવવામાં આવી છે.

નેપાળની બંધારણીય જોગવાઈ હેઠળ, દેઉબાએ વડા પ્રધાન તરીકેની નિમણૂકના 30 દિવસની અંદર ગૃહમાં વિશ્વાસનો મત મેળવો પડશે. આ પહેલા દેવાબા ચાર વખત વડા પ્રધાન રહી ચૂક્યા છે – પહેલી વાર સપ્ટેમ્બર 1995 – માર્ચ 1997, બીજી વખત જુલાઈ 2001 – ઓક્ટોબર 2002, ત્રીજી વખત જૂન 2004 – ફેબ્રુઆરી 2005 અને ચોથી વખત જૂન 2017 – ફેબ્રુઆરી 2018 સુધી તેમનો કાર્યકાળ હતો.

પડોશી દેશની લગામ નવા હાથમાં ગઈ છે, તેથી હવે ભારત-નેપાળ સાથેના સંબંધો આગામી દિવસોમાં કેવા રહે છે તે જોવું રસપ્રદ બનશે. શું સરહદ પર ફરીને બંને દેશો વચ્ચેની કડવાશનો અંત આવશે? દેઉભાને ભારતના સમર્થક માનવમાં આવે છે તે ભારતના વડાપ્રધાન મોદીને 2017માં મળ્યા હતા.તેમની સાથે આર્થિક બાબતો સાથે મેંઘશિયા મામલે તેમણે નરમ વલણ રાખ્યો હતો.

(7:48 pm IST)