Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

નોઇડા એરપોર્ટથી ફિલ્મ સિટી વચ્ચે 14 કી.મી.દોડશે દેશની સૌપ્રથમ પોડ ટેક્સી

નોઇડા દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષિત કરશે

નવી દિલ્હી : દેશની પહેલી પોડ ટેક્સી નોઇડા એરપોર્ટ અને ફિલ્મ સિટી વચ્ચે દોડશે. નોઈડા એરપોર્ટથી ઉડાન શરૂ થતાંની સાથે જ તે ટ્રેક પર દોડવાનું શરૂ કરશે. ફિલ્મ સિટીથી નોઇડા એરપોર્ટ વચ્ચેની મેટ્રો કનેક્ટિવિટીને ધ્યાનમાં રાખીને, ઈન્ડિયન પોર્ટ રેલ એન્ડ રોપવે કોર્પોરેશન લિમિટેડે  ડ્રાઇવરલેસ પોડ ટેક્સી માટે યમુના ઓથોરિટીને અંતિમ ડીપીઆર સુપરત કરી હતી,

 યિડાના સીઈઓ ડોક્ટર અરૂણવીર સિંહે જણાવ્યું કે, ડીપીઆરને હવે યિડાને બોર્ડ સમક્ષ રાખવામાં આવશે ત્યાંથી મજૂરી મળ્યા બાદ સરકારા પાસે મોકલવામાં આવશે. નોઈડા એરપોર્ટથી ફિલ્મ સિટી સુધી 14 કિલોમીટર ચાલશે.

  લંડનના હિથ્રો એરપોર્ટની જેમ વિશ્વના ચાર દેશોમાં એરપોર્ટ પર હવાઈ મુસાફરો માટે પોડ ટેક્સીની સુવિધા ઉપલબ્ધ છે. લંડન ઉપરાંત દુબઈ, દક્ષિણ કોરિયા અને વર્જિનિયાના વિમાની મથકો પર મુસાફરોની સુવિધા માટે કનેક્ટિવિટી સુવિધા પ્રદાન કરવા રાજ્ય સરકારની સૂચનાથી નોઈડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર આવતા મુસાફરોની સુવિધા માટે આ સુવિધા વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(8:02 pm IST)