Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

હવે મુંબઇ એરપોર્ટનો વહીવટ અદાણી ગ્રૂપે સાંભળી લીધો : અદાણી એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડ હેઠળ સાંભળશે વહીવટ

અદાણી ગ્રપે ટ્વિટ કરી આપી જાણકારી : જીવીકે ગ્રૂપ પાસેથી અદાણી ગ્રૂપે વહીવટ સંભાળ્યો

નવી દિલ્હી : દેશનાં અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)નાં હાથમાં મેંગલુરૂ, લખનઉ, અમદાવાદ બાદ હવે મુંબઇ એરપોર્ટ નો વહીવટ પણ આવી ગયો છે,

કંપનીએ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL)માં 23.5 ટકા હિસ્સેદારી ખરીદી લીધી છે, AAHL એ  1,685.25 કરોડ રૂપિયામાં આ હિસ્સો બે વિદેશી કંપનીઓ ACSA ગ્લોબલ લિમિટેડ (ACSA) અને બિડ સર્વિસીસ ડિવિઝન (મોરેશિયસ) લિમિટેડ ( બિડવેસ્ટ) પાસેથી ખરીદ્યો છે.

અગાઉના અહેવાલ મુજબ અદાણી એન્ટરપ્રાઇઝે AAHLએ MIALનાં 10 રૂપિયાની મુલ્યનાં 28.20 કરોડ શેર ખરીદ્યા છે. AAHL એ અદાણી એન્ટરપ્રાઇઝની સંપૂર્ણ માલિકીની કંપની છે. GVK એરપોર્ટ ડેવલપર્સ લિમિટેડ સાથેનો સોદો પુરો થયા બાદ MIALમાં અદાણી જૂથની ભાગીદારી 74% થઇ  જશે. MIALનો બાકીનો 26 ટકા હિસ્સો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) પાસે છે. MIAL ની સ્થાપના 2 માર્ચ 2006 ના રોજ થઈ હતી. કંપનીએ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વિકાસ, બાંધકામ અને સંચાલનનો બિઝનેશ કરે છે.

ગયા વર્ષના અંતમાં અદાણી ગ્રૂપે AAI પાસેથી મેંગલુરૂ, લખનઉ અને અમદાવાદ એરપોર્ટ મેળવ્યા હતા. આ વર્ષે જુલાઈ સુધીમાં, તે જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ એરપોર્ટ પણ પ્રાપ્ત કરશે. અદાણી જૂથ આ 6 એરપોર્ટનો વિકાસ, વહીવટ અને સંચાલન આગામી 50 વર્ષ સુધી કરશે. આ રીતે, અદાણી ગ્રુપ એરપોર્ટ સંખ્યાનાં સંદર્ભમાં દેશનું સૌથી મોટું એરપોર્ટ ઓપરેટર બનવા જઈ રહ્યું છે. જોકે, GMR  મુસાફરોની સંખ્યાના સંદર્ભમાં દેશનું સૌથી મોટું એરપોર્ટ ઓપરેટર છે. તેની પાસે દિલ્હીમાં IGIA, હૈદરાબાદ એરપોર્ટ અને ગોવાનું મોપા એરપોર્ટ છે

અદાણી ગ્રૂપે જીવીકે ગ્રુપ પાસેથી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું મેનેજમેન્ટ કંટ્રોલ સંભાળ્યું છે. અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ મંગળવારે આ જાહેરાત કરી હતી. એક અખબારી યાદીમાં કંપનીએ જણાવ્યું છે કે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (એએએચએલ) એ એમઆઈએલના મેનેજમેન્ટ કંટ્રોલને લઈ લીધું છે. આ અગાઉ મંગળવારે એમઆઈએએલ બોર્ડની બેઠક મળી હતી.

ગૌતમ અદાણીએ ટિ્‌વટ કર્યું હતું કે, "વિશ્વસ્તર મુંબઇ આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું સંચાલન સંભાળીને અમને આનંદ થાય છે. અમે મુંબઈને ગૌરવ અપાવવાનું વચન આપીએ છીએ. અદાણી જૂથ વેપાર કરવા, સમય પસાર કરવા અને આનંદ કરવા માટે ભવિષ્યનું એરપોર્ટ ઇકોસિસ્ટમ બનાવશે. અમે હજારો નવી સ્થાનિક નોકરીઓ બનાવીશું.

કંપનીએ જણાવ્યું હતું કે, '2024 સુધીમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉડ્ડયન બજાર બની ગયું છે, મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને અદાણી જૂથના છ એરપોર્ટના હાલના પોર્ટફોલિયોમાં અને ગ્રીનફિલ્ડ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (એનએમઆઈએલ) ને પરિવર્તન ઉડ્ડયન પ્લેટફોર્મ તરીકે ઉમેરવામાં આવશે,' કંપનીએ જણાવ્યું હતું. આ અદાણી જૂથને તેના B2B અને B2C વ્યવસાયોને એકબીજા સાથે જોડવાની સાથે જૂથના અન્ય B2B વ્યવસાયો માટે બહુવિધ વ્યૂહાત્મક નિકટતા બનાવવાની મંજૂરી આપે છે.

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ આવતા મહિને નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું નિર્માણ શરૂ કરશે અને આગામી 90 દિવસમાં ફીનાનસીયલ કલોઝરને પૂર્ણ કરશે. આ નવું આંતરરાષ્ટ્રીય વિમાનમથક 2024 માં કાર્યરત થશે

 

(10:06 pm IST)