Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

આઇપીએલમાં સિલેકશન ન થતા મુંબઇના ક્રિકેટર કરન તિવારીએ આત્મહત્યા કરી

આફ્રિકન બોલર સ્ટેન જેવું શરીર અને એકશન હોવાથી જુનીયર સ્ટેન તરીકે ઓળખાતો

મુંબઇ : મુંબઇનો કલબ ક્રિકેટર કરણ તિવારી સોમવારની રાતે તેની રૂમના સીલિંગ ફેનથી લટકતો મળી આવ્યો હતો. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આગામી સીઝન માટે સિલેકશન ન થવાથી તે ડિપ્રેશનમાં હતો એવું તેના એક ફ્રેન્ડે જણાવ્યું હતું.

મલાડમાં રહેતો ર૭ વર્ષનો કરણ સાઉથ આફ્રિકન બોલર ડેલ સ્ટેન જેવી જ ફિઝીક અને એકશન ધરાવતો હોવાથી જુનિયર સ્ટેનના હુલામણા નામથી ઓળખાતો હતો. સોમવારની રાતે સાડાદસ વાગ્યાની આસપાસ કરણે ઘણી વાર સુધી પોતાની રૂમનો દરવાજો બંધ રાખ્યો એટલે ફેમિલીને ચિંતા થઇ હતી અને તેમણે તેને ઘણી વાર બોલાવ્યા છતાં અંદરથી કંઇ પ્રતિસાદ ન મળતા દરવાજો તોડી નાખવામાં આવ્યો હતો.

આંચકાજનક વાત એ છે કે કરણે ઉદયપુરમાં રહેતા તેના બેસ્ટ ફ્રેન્ડને ફોન કરીને કહ્યું હતું કે તે આત્મહત્યા કરવા જઇ રહ્યો છે. એ ફ્રેન્ડે મુંબઇમાં જ રહેતી કરણની બહેનને ફોન કર્યો હતો અને બહેને મમ્મીને ફોન કરીને જાણ કરી હતી, પણ ત્યાં સુધીમાં મોડું થઇ ગયું હતું.

ભારતીય ક્રિકેટ બોર્ડના નિયમાનુસાર ક્રિકેટરે કોઇ પણ એજ-ગ્રુપની કેટેગરીમાં રાજયની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હોય તો જ આઇપીએલના ઓકશનમાં તેનું નામ સામેલ કરવામાં આવે છે. જોકે કરણ અત્યાર સુધી કોઇ રાજયનું પ્રતિનિધિત્વ નહોતો કરી શકયો.

(10:26 am IST)