Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

ર૪ થી ૪૮ કલાકમાં ગુજરાત, છતિસગઢ, ઓડીસ્સામાં વરસાદી એકટીવીટીમાં વધારો થશેઃ સ્કાયમેટ

આજે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, કોંકણ, ગોવા, ગુજરાતના પૂર્વ ભાગો, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, ઓડિસ્સા, છતિસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઝારખંડમાં વરસાદ પડશેઃ ર૪ કલાકમાં બંગાળની ખાડીમાં હવાનું હળવુ દબાણ સર્જાશે

નવી દિલ્હી : આ સપ્તાહમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વરસાદી એકટીવીટી ચાલુ રહેશે. સંભવતઃ બંગાળની ખાડીમાં આજે હવાનુ હળવુ દબાણ બનશે જેની અસરથી ર૪ થી ૪૮ કલાક દરમ્યાન ગુજરાત, છતિસગઢ, ઓડીસ્સા, મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડશે તેમ વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા જણાવાયું છે.

નેઋત્યના ચોમાસાનુ પ્રદર્શન દેશભરમાં સુધરતુ જોવા મળી રહ્યુ છે. બંગાળની ખાડીમાં બે સિસ્ટમ્સ બની ગઇ છે અને ત્રીજી સિસ્ટમ્સ સંભવતઃ આજે બનશે.

૧ જુનથી ૧ર ઓગષ્ટ દરમ્યાન વરસાદના આંકડા જોઇએ તો દેશભરમાં સામાન્યથી ૧ ટકાનો વધારો જોવા મળ્યો છે. ૬ર.૯ મી.મી.વરસાદ નોંધાયો છે.

આજે ૧૩મી ઓગષ્ટે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, કોંકણ, ગોવા, ગુજરાતના પૂર્વ ભાગો, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ તેમજ બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરૂણાલચ પ્રદેશ, મેઘાલય, ઓડિસ્સા, છતિસગઢ, ઉત્તર-પૂર્વ તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઝારખંડમાં પણ વરસાદ પડશે.

ર૪ કલાક બાદ વરસાદની સ્થિતિમાં બદલાવ જોવા મળશે બંગાળની ખાડીમાં  હવાનું હળવું દબાણ આજ સાંજ સુધીમાં બની જશે. આ સિસ્ટમ્સ ઉત્તર-પશ્ચિમ દિશામાં ગતિ કરશે. જેની અસરથી છતિસગઢ, ઓડીસ્સામાં વરસાદનું જોર વધશે. મધ્યપ્રદેશમાં ઘટશે પૂર્વોતર ભારતમાં ધીમે-ધીમે વરસાદી એકટીવીટીમાં વધારો આવશે. ૪૮ કલાક બાદ ફરી મધ્યપ્રદેશમાં વરસાદ શરૂ થઇ જશે. મહારાષ્ટ્ર, મુંબઇ, નાસિકમાં સારા વરસાદની સંભાવના છે.

(10:39 am IST)