Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

'ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦' ની ટોપ ૧૦૦ કંપનીઓમાં રીલાયન્સે સ્થાન મેળવ્યુ

નવી દિલ્હી : રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. ને આઠ વર્ષ પછી ફરી 'ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦' ની યાદીમાં ટોપ ૧૦૦ માં સ્થાન મળ્યુ છે. ફોર્ચ્યુન પત્રિકાની મંગળવારે જાહેર થયેલ ૨૦૨૦ ની વૈશ્વિક કંપનીઓની યાદીમાં આઇઆઇએલ ૧૦ સ્થાનોની છલાંગ લગાવીને ૯૬ માં સ્થાન પર રીલાયન્સે સીતારો ચમકાવ્યો છે.

એ સાથે ૨૦૧૯-૨૦ માં ૮૬.૨ અરબ ડોલર કમાવવાવાળી આર.આઇ.એલ. યાદીમાં શામેલ એકમાત્ર ભારતીય કંપની તરીકેનું ગૌરવ રીલાયન્સે મેળવ્યુ છે. જો કે ૨૦૧૨ માં પણ તેણે ૯૯માં ક્રમ પર સ્થાન જમાવ્યુ હતુ. બાદમાં ૨૦૧૬ માં ૨૧૫ માં પર જતી રહેલ અને હવે ફરી આ વખતે ૯૬ મો ક્રમ મેળવી લીધો છે.

આ યાદીમાં વોલમાર્ટ, સાઇનોપેક સમૂહ, સ્ટેટ ગ્રીડ, રોયલ ડચ શેલ સહીતની કંપનીઓ પણ સામેલ હતી. જેમાથી રોયલ ડચ શેલ પ માં સ્થાને અને સાઉદી અરામકો ૬ ઠ્ઠા સ્થાને છે.

(11:59 am IST)